પવનહંસમાંનો હિસ્સો વેચવા માટેના પ્રસ્તાવને ONGCના બોર્ડની મંજૂરી

સરકાર પવનહંસનું ખાનગીકરણ કરવા માગે છે. એ સાથે ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ONGC)ના બોર્ડે હેલિકૉપ્ટર-સર્વિસ પૂરી પાડતી પવનહંસનો સંપૂર્ણ ૪૯ ટકા હિસ્સાો વેચવાની દરખાસ્ત એક મહિનાથી અધિક સમયમાં બીજી વાર મંજૂર કરી છે.

ongc

૨૯ જૂને ONGCના બોર્ડે પવનહંસમાંથી વિદાય થવા માટેની દરખાસ્તને મંજૂર કરી હતી. એના હિસ્સાને સરકારના ૫૧ ટકા હિસ્સા સાથે જોડીને ઑફર ફૉર સેલ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

અધિકારીએ કહ્યું હતું કે ‘ONGCના બોર્ડે બીજી જુલાઈએ સરકારને પોતાના નિર્ણયની જાણ કરી હતી, પરંતુ ડિપાર્ટમેન્ટ ઑફ ડિસઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક એસેટ મૅનેજમેન્ટે (DIPAM) પુછાવ્યું હતું કે સરકાર જે શરતોએ વેચાણ કરી રહી છે એ શરતોએ વેચાણ કરવા બોર્ડ તૈયાર છે કે નહીં. આ શરતોને બીજી ઑગસ્ટે મળેલી બોર્ડની મીટિંગમાં મંજૂર કરવામાં આવી હતી. હવે સરકાર પવનહંસના સો ટકા હિસ્સા માટેની ઑફર ફૉર સેલ કરશે.’

DIPAMએ સરકારના ૫૧ ટકા હિસ્સાના વેચાણ માટે ૧૦ મહિના પહેલાં ઑફર ફૉર સેલ કરી હતી એને હવે સુધારીને ટૂંક સમયમાં એક્સપ્રેસ ઑફ ઇન્ટરેસ્ટ આમંત્રવામાં આવશે.

ONGCના અધિકારીએ કહ્યું હતું કે ‘પવનહંસમાંનો હિસ્સો હવે વ્યૂહાત્મક રહ્યો નથી, કારણ કે એ હવે મધદરિયે સ્ટાફની હેરફેર કરવા સ્પર્ધાત્મક બીડિંગ દ્વારા હેલિકૉપ્ટર્સ પ્રાપ્ત કરે છે. અત્યારે કંપનીનાં બાવીસ હેલિકૉપ્ટરોમાંથી માંડ સાત હેલિકૉપ્ટર પવનહંસનાં છે. પવનહંસ ૪૬ હેલિકૉપ્ટર ધરાવે છે.’

ONGCનું  બોર્ડ વેપાર કન્સોલિડેટ કરવા અને બધાં સંસાધનો સાથે તેલ અને ગૅસ એક્સપ્લોરેશન તેમ જ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે, એમ અધિકારીએ કહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK