NSEL કેસમાં અહો આશ્ચર્યમ

૫૬૦૦ કરોડ રૂપિયાની કહેવાતી કટોકટીમાં મળ્યા ફક્ત ૬૫૦ કરોડ રૂપિયાના દાવા

NSEL

‘અહો આશ્ચર્યમ્’ બોલાઈ જાય એવી ઘટનામાં મુંબઈની વડી અદાલતે નીમેલી સમિતિએ કહ્યું છે કે NSELની પેમેન્ટ-કટોકટીમાં ૫૬૦૦ કરોડ નહીં પણ ફક્ત લગભગ ૬૫૦ કરોડ રૂપિયાના દાવા કન્ફર્મ થયા છે. વળી જેમના પૈસા સલવાયા છે એવા ટ્રેડિંગ-મેમ્બરોની સંખ્યા ૧૩,૦૦૦ હોવાનું કહેવાતું આવ્યું છે, પણ છેલ્લાં પાંચ વર્ષના ગાળામાં હજી સુધી માત્ર ૪૬૯૭ દાવેદારો સામે આવ્યા છે.

NSEL પ્રકરણમાં રિકવરી ઝડપથી કરી શકાય અને લેણદારોને પૈસા ચૂકવી શકાય એ હેતુથી મુંબઈની વડી અદાલતે એક ઉચ્ચ સ્તરની સમિતિની રચના કરી હતી. એ સમિતિએ ગયા મહિને વડી અદાલતને સુપરત કરેલા અહેવાલ મુજબ એની પાસે આવેલા તમામ દાવાની ચકાસણી કરવામાં આવશે.

NSELના બ્રોકરોએ અગાઉ જણાવ્યું હતું કે કુલ લેણદારોની સંખ્યા ૬૪૮૫ છે. ઇન્ડિયન બુલિયન માર્કેટ અસોસિએશને અને ઇન્ડિયા ઇન્ફોલાઇન કૉમોડિટીઝે અનુક્રમે ૨૮૬૬ અને ૧૩૭૫ દાવેદારો હોવાનું જણાવ્યું હતું. જોકે ઉક્ત સમિતિને ફક્ત ૪૬૯૭ દાવેદારો મળી આવ્યા હોવાથી હવે તેમની વધુ ચકાસણી થશે. એનું કારણ એ છે કે એને યોગ્ય દસ્તાવેજો વગરના પણ કેટલાક દાવા મળ્યા છે.

NSEL પર ટ્રેડિંગ કરનારી કંપનીઓની સચ્ચાઈ વિશે શંકા જાય એવી હકીકતમાં એ જાણવા મYયું છે કે ૩૨ કંપનીઓ ડબ્બા-કંપનીઓ હતી. સરકારે જાહેર કરેલી ડબ્બા-કંપનીઓની યાદીમાં એમનાં નામ છે.

નોંધનીય છે કે એપ્રિલ-૨૦૧૬માં વડી અદાલતને જણાવ્યું હતું કે NSELના ટ્રેડિંગ-મેમ્બરોએ સુપરત કરેલા આંકડાઓમાં વિસંગતિ જોવા મળી છે. આ રજૂઆતને પગલે અદાલતે એને એક્સચેન્જના રેકૉર્ડ તથા ટ્રેડિંગ-મેમ્બરોએ આપેલા આંકડાનું ઑડિટ કરવાનો આદેશ આપ્યો હતો.

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા, એન્ર્ફોસમેન્ટ ડિરેક્ટરેટ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને સેબી જેવી વિવિધ એજન્સીઓ જેમાં તપાસ કરી રહી છે એવા આ કેસમાં વડી અદાલત કહી ચૂકી છે કે જ્યાં સુધી દાવેદારો અને દાવાઓનો તાળો નહીં મળે ત્યાં સુધી કોઈ રકમનું વિતરણ કરવામાં નહીં આવે.

અન્ય એક ઘટનામાં મુંબઈની વડી અદાલતે આ કેસમાં સંડોવાયેલા હોવાનું મનાતા ટોચના એક બ્રોકરેજ-હાઉસના વરિષ્ઠ પ્રતિનિધિને અદાલતમાં આવવાનો હુકમ કર્યો છે. આ બ્રોકરે ઊંચા વળતરની લાલચ આપીને ટ્રેડિંગ કરાવ્યું અને એને પગલે પોતાને ૨૩૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું એવી કેતન શાહ નામની વ્યક્તિએ કરેલી ફરિયાદ સંબંધે અદાલતે આ આદેશ આપ્યો હતો. ફરિયાદ મુજબ આ બ્રોકરેજ-હાઉસે યુનિક ક્લાયન્ટ કોડમાં ફેરફાર કર્યા હતા અને ક્લાયન્ટને જાણ કર્યા વગર ડમી કોડ/પ્રોપરાઇટરી કોડથી ખરીદી કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK