GSTના ઘટાડા મુજબ પ્રોડક્ટસની પ્રાઇસ ઘટાડો અથવા ઍક્શન માટે તૈયાર રહો

સરકારે FMCG સહિતની કંપનીઓને સ્પષ્ટ ચેતવણી આપી

GST

જે-જે પ્રોડક્ટસના GST-રેટ ઘટાડાયા છે એના ભાવ ઓછા કરીને એ ઘટાડાનો લાભ ગ્રાહકોને પસાર નહીં કરાય તો તેમની સામે સરકાર કડક કાર્યવાહી કરશે એવો સ્પષ્ટ સંદેશ સરકારે આપી દીધો છે. ફાઇનૅન્સ-સેક્રેટરી હસમુખ અઢિયાએ આમ કહ્યું હતું. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે કંપનીઓ અને રીટેલર્સ જૂના સ્ટૉક્સ નિમિત્તે આ ભાવ ઊંચા જાળવી રાખી શકે નહીં.

મુદત લંબાવાશે નહીં

હસમુખ અઢિયાએ ઉમેર્યું હતું કે ‘કંપનીઓ ઇન્પુટ ટૅક્સ ક્રેડિટના ફરકનો ક્લેમ કરી શકે એવી અમે જોગવાઈ કરી છે. જોકે અમુક કંપનીઓએ એવી માગણી કરી હતી કે આ ઘટાડાનો લાભ પસાર કરવાની મુદત લંબાવવી જોઈએ, કારણ કે એ કંપનીઓ પાસે જૂનો સ્ટૉક પડ્યો છે એનો નિકાલ થઈ જાય. જોકે સરકારે આ માગણી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. GST કાઉન્સિલે એની છેલ્લી મીટિંગમાં ૧૭૬ આઇટમ્સ પરના રેટ ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યા હતા અને ૧૫ નવેમ્બરથી એનો અમલ કરવાની સૂચના આપી હતી.’

જેકોઈ કંપની આ નફાનો ગેરલાભ લેશે એણે ગ્રાહકોને નાણાં રીફન્ડ કરવાનાં રહેશે અથવા ભાવફરક સરકારને જમા કરાવવો પડશે. સરકાર સમક્ષ આ વિશેની ફરિયાદો આવવા લાગી છે જેમાં કંપનીઓ ઘટાડાનો લાભ ગ્રાહકોને પસાર કરતી નથી.

કંપનીઓને જાહેરાતની સલાહ

હસમુખ અઢિયા કહે છે કે ‘અમે તમામ રીટેલર્સને ટ્રૅક ન કરી શકીએ એથી ઉત્પાદકોને આ  વાત સ્પષ્ટ જણાવીએ છીએ. આમાં મોટા ભાગે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) છે. સરકારે આ કંપનીઓને કહ્યું છે કે એમણે મીડિયામાં જાહેરખબર દ્વારા પોતાની પ્રોડક્ટ્સ પર GST ઘટ્યો હોવાની અને એને લીધે પ્રોડક્ટ્સના ભાવમાં કેટલો ઘટાડો થયો એની જાહેરાત મારફત જાણ કરવાની રહેશે. મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સે કંપનીઓને એમની MRP માં ફેરફાર કરવા ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK