નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં નાદારી સંબંધી ૪૩૦૦ કેસ જમા

રિઝર્વ બૅન્કના ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટનો ઘટસ્ફોટ

NCLT

નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની રચનાને ૧૮ મહિના થયા છે, જ્યારે આ ૧૮ મહિનામાં કંપનીઓના રેઝોલ્યુશનના ૪૩૦૦ કેસ ટ્રિબ્યુનલની વિવિધ બેન્ચ સમક્ષ ફાઇલ થયા છે. સરકારે કંપની લૉ બોર્ડને નાબૂદ કરીને આ ટ્રિબ્યુનલની સ્થાપના કરી હતી, જે હેતુસર મે ૨૦૧૬માં ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટ્સી ઍક્ટ લાવવામાં આવ્યો હતો. રિઝર્વ બૅન્કના ફાઇનૅન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ નવેમ્બર ૨૦૧૭ સુધીમાં અહીં ૪૩૦૦ કેસ ફાઇલ થયા છે.

૫૦૦ અરજી રિજેક્ટ

ટ્રિબ્યુનલે એમાંથી ૪૭૦ કેસોમાં નાદારીની પ્રોસેસ શરૂ કરી છે, જ્યારે ૫૦૦થી વધુ કેસોની અરજીઓ રિજેક્ટ થઈ છે યા પાછી ખેંચાઈ છે કે પછી ડિસમિસ કરવામાં આવી છે. જૂન ૨૦૧૭માં રિઝર્વ બૅન્કે ૧૨ મોટા ડિફૉલ્ટ કેસિસ ટ્રિબ્યુનલને રિફર કરવાનો આદેશ બૅન્કોને આપ્યો હતો જેમાંથી હાલમાં ૧૧ કેસો ટ્રિબ્યુનલમાં ચાલી રહ્યા છે. આ ૧૨ કંપનીઓનું ડિફૉલ્ટ ગ્રોસ NPAના ૨૫ ટકા જેટલું છે, જેનું મૂલ્ય ૨.૫ ટ્રિલ્યન રૂપિયા જેટલું થાય છે. સપ્ટેમ્બર ૨૦૧૭ના ક્વૉર્ટરમાં બૅન્કોની NPA ૧૦ ટ્રિલ્યન રૂપિયા ઉપર પહોંચી ગઈ હતી.

૨૮ વધુ કેસો


ઑગસ્ટ ૨૦૧૭માં રિઝર્વ બૅન્કે વધુ ૨૮ મોટા કેસો બૅન્કોને રિફર કરી એનો ઉકેલ લાવવાનું કહ્યું હતું અન્યથા એને ટ્રિબ્યુનલમાં લઈ જવાના રહેશે અને એ માટેની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર છે. આમાંથી ૨૫ કેસો ટ્રિબ્યુનલમાં ગયા છે. આ ૨૮ કેસોનો કુલ NPAમાં ૧૫ ટકા હિસ્સો છે.

પ્રાઇવેટ બૅન્કોની NPA પણ

રિઝર્વ બૅન્કના રિપોર્ટ મુજબ ખાનગી ક્ષેત્રની બૅન્કો પણ તેમની NPA રિપોર્ટ કરવામાં નિષ્ફળ ગઈ છે જેમાં ICICI બૅન્ક, ઍક્સિસ બૅન્ક, યસ બૅન્ક અને HDFC બૅન્કનો પણ સમાવેશ છે. આ બૅન્કોએ ૧૦,૦૦૦ કરોડ જેટલી NPA રિપોર્ટ નથી કરી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK