ઇન્ફોસિસમાં યુદ્ધવિરામના સંકેતો

નારાયણમૂર્તિએ શૅરહોલ્ડરોની કૉન્ફરન્સ અચાનક પાછળ ઠેલી

narayan murthy

ઇન્ફોસિસના બોર્ડ અને એન. આર. નારાયણમૂર્તિ વચ્ચે સમાધાન થઈ જશે. ગઈ કાલે નારાયણમૂર્તિએ શૅરહોલ્ડરો સાથેની નિર્ધારેલી કૉન્ફરન્સ મોકૂફ રાખી હતી. આ કૉન્ફરન્સ ગઈ કાલે સાંજે સાડાછ વાગ્યે મળવાની હતી એ હવે ૨૯ ઑગસ્ટે યોજાશે એમ નારાયણમૂર્તિની નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું. નારાયણમૂર્તિએ આરોગ્યના કારણસર કૉન્ફરન્સ પાછળ ઠેલી છે.

નંદન નીલેકણી પડદા પાછળ


ઇન્ફોસિસના પ્રતિષ્ઠિત સ્થાપક નારાયણમૂર્તિ શૅરહોલ્ડરોના એક વર્ગ સાથે મળીને બોર્ડ વિરુદ્ધ કેસ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કેટલાક નવા ડિરેક્ટરો માટે શૅરહોલ્ડરોની ખુલ્લેઆમ મંજૂરી માગશે.

એવા અહેવાલ છે કે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મૅનેજિંગ ડિરેક્ટર વિશાલ સિક્કાએ ખોટાં, પાયાહીન, કુટિલ કારણો આપીને રાજીનામું આપ્યું અને નારાયણમૂર્તિ પર અંગત હુમલો કર્યો એથી સર્જા‍યેલી કટોકટીને ઉકેલવા કંપનીના અન્ય સહસ્થાપક નંદન નીલેકણી પડદા પાછળ સક્રિય કામગીરી કરી રહ્યા છે.

નારાયણમૂર્તિ પર દોષનો ટોપલો

કંપનીના બોર્ડે પણ નારાયણમૂર્તિને દોષ દીધો હતો. ઉદ્યોગના કેટલાક નિરીક્ષકો પણ હાઈ-પ્રોફાઈલ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરની વિદાય અને એ પછી કંપનીના શૅર્સના માર્કેટ કૅપિટલાઇઝેશનમાં થયેલા ૩૪,૦૦૦ કરોડ રૂપિયાના ઘટાડા માટે નારાયણમૂર્તિને જવાબદાર ગણે છે. ઇન્ફોસિસના શૅરનો ભાવ આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં ૮૮૧.૧૦ રૂપિયા ખૂલ્યો હતો અને ઉપરમાં ૯૦૪ રૂપિયા તેમ જ નીચામાં ૮૭૪.૫૫ રૂપિયા સુધી જઈ આગલા ૮૭૭.૧૫ રૂપિયાના બંધની તુલનાએ ૧.૯૮ ટકા વધીને ૮૯૪.૫૦ રૂપિયા બંધ રહ્યો હતો.

ઇન્ફોસિસના શૅરની વધ-ઘટ પર સેબીની નજર


ઇન્ફોસિસના શૅરની વધ-ઘટ પર સેબીની બારીક નજર છે એવું નિવેદન તાજેતરમાં સેબીના ચૅરમૅન અજય ત્યાગીએ કર્યું હતું. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિશાલ સિક્કાના  રાજીનામા બાદ સર્જા‍યેલી સ્થિતિમાં ભાવ તૂટવાના સંજોગો રચાતાં અને મૅનેજમેન્ટના મતભેદો બહાર આવતાં સેબી માટે આ વિષય નિરીક્ષણનો બની ગયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK