નાનાં શહેરોમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સનો બિઝનેસ બહુ ઝડપથી વધી રહ્યો છે

સપ્ટેમ્બરમાં ઍસેટ્સ ૩૮ ટકા વધીને ૩.૮ લાખ કરોડ રૂપિયા થઈ

mutual fund

દેશનાં પંદર મોટાં શહેરો સિવાયનાં નાનાં શહેરો જેને બિયોન્ડ ૧૫ (B૧૫) કહેવાય છે એવાં શહેરોનો હિસ્સો મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઍસેટમાં ઝડપથી વધી રહ્યો છે. સપ્ટેમ્બરના અંતે આ શહેરોનો મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઍસેટ અન્ડર મૅનેજમેન્ટમાં હિસ્સો ૨૦૧૬ના સપ્ટેમ્બરના ૨.૭૪ લાખ કરોડ રૂપિયાથી ૩૮ ટકા વધીને ૩.૭૯ લાખ કરોડ રૂપિયા થયો છે એમ રેટિંગ એજન્સી ઇકરાએ એક નોંધમાં જણાવ્યું હતું.

ડાયરેકટ પ્લાન્સમાં હિસ્સો

ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ અને ઉદ્યોગની સંસ્થા અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયા (એમ્ફી)એ હાથ ધરેલી રોકાણકાર જાગૃતિ ઝુંબેશનું આ પરિણામ છે. અત્યારે ઉદ્યોગની કુલ ઍસેટમાં B૧૫ શહેરોનો હિસ્સો ૧૭.૭ ટકા છે. સપ્ટેમ્બરમાં B૧૫ શહેરોનો ડાયરેક્ટ પ્લાન્સમાં હિસ્સો ટોચનાં ૧૫ શહેરો (T૧૫)ના ૪૬.૧ ટકાની તુલનાએ ૨૧ ટકા રહ્યો છે. T૧૫ શહેરોમાં નવી દિલ્હી (નૅશનલ કૅપિટલ રીજન સહિત), મુંબઈ (થાણે અને નવી મુંબઈ સહિત), કલકત્તા, ચેન્નઈ, બૅન્ગલોર, અમદાવાદ, વડોદરા, ચંડીગઢ, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, પણજી, પુણે અને સુરતનો સમાવેશ થાય છે.

પોર્ટફોલિયોમાં વૃદ્ધિ


દેશના મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ૪૩ સક્રિય ફન્ડ્સ છે. સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સનો ઍસેટ્સ-બેઝ ઑગસ્ટના ૨૦.૪૦ લાખ કરોડથી વધીને ૨૦.૫૯ લાખ કરોડ રૂપિયા થયો હતો. જોકે કુલ ફોલિયોની સંખ્યા ઑગસ્ટથી બે ટકા વધીને ૬.૨૦ કરોડ થઈ છે. ઇક્વિટી કૅટેગરીમાં સપ્ટેમ્બર દરમ્યાન ૯.૨૪ લાખ અને બૅલૅન્સ્ડ સેગમેન્ટમાં ૨.૧૬ લાખ નવા ફોલિયોનો ઉમેરો થયો છે. જોકે ગોલ્ડ ETFમાં ૫૫૬૪ અને વિદેશમાં રોકાણ કરતાં ફન્ડ ઑફ ફન્ડ્સમાં ૨૨૫૯ ફોલિયોનો ઘટાડો થયો છે.

સ્કીમ્સની કૅટેગરી બાબતના સેબીના નવા નિયમથી મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ દુ:ખી-દુ:ખી

સેબીને મળીને રજૂઆત કરશે અગ્રણી ફન્ડ-મૅનેજરો

મ્યુચ્યુઅલ ફન્ડ્સ માટે સેબીએ તૈયાર કરેલા નવા નિયમોથી મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે. સેબીએ જે મુજબ સ્કીમની કૅટેગરી કરવાની દરખાસ્ત કરી છે એમાં ઘણી ગૂંચવણો અને સમસ્યા ઊભી થવાની શક્યતા ફન્ડ-મૅનેજરો જોઈ રહ્યા છે. આ ફન્ડ-મૅનેજરોનું એક પ્રતિનિધિમંડળ સેબીને મળવાનું છે અને પોતાની રજૂઆત કરવાનું છે.

અત્યારે ૨૧ લાખ કરોડ રૂપિયાની ઍસેટ્સનું મૅનેજમેન્ટ કરતી આ મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓ સેબીએ સૂચવેલી ૧૦ કૅટેગરીથી મૂંઝવણમાં મુકાઈ ગઈ છે અને વ્યવહારુ દૃષ્ટિએ આનો અમલ બહુ મુશ્કેલ હોવાનું માને છે. તેમનું કહેવું છે કે આને કારણે ફન્ડે બિનજરૂરી પોર્ટફોલિયોમાં ફેરફાર કરવાની નોબત આવી શકે છે જે સમસ્યા બનશે. ફન્ડનો ખર્ચ પણ વધી શકે છે. આમ એક કૅટેગરીદીઠ એક સ્કીમની સેબીની શરત ઉદ્યોગને ભારે પડે એવી હોવાથી સેબીને મળીને આ વિષયમાં તર્કબદ્ધ રજૂઆત કરવાની શક્યતા દિવાળી પછી આકાર લેશે એમ જણાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK