ઇન્કમ ટૅક્સ 1 વર્ષથી ન વેચાયા હોય એવા ફ્લૅટ પર ટૅક્સ લાદશે

બિલ્ડર્સને માલ વેચવાની ફરજ પડી શકે : મુખ્ય શહેરોમાં લાખોની સંખ્યામાં વણવેચાયેલા ફ્લૅટ્સ

mumbai building


રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા જેની સંઘરાખોરી કરાય છે એ ન વેચાયેલી જગ્યાઓ પર વેરો લાદવાનું આવકવેરા વિભાગ વિચારી રહ્યો છે. એક વર્ષથી અધિક સમયથી વેચાયા વિનાની પડી રહેલી જગ્યાઓ પર આગામી વર્ષથી કર લાદવા આવકવેરા વિભાગ કૃતનિયી છે.  એક સિનિયર ઇન્કમ ટૅક્સ અધિકારીએ જણાવ્યા પ્રમાણે આગામી નાણાકીય વર્ષથી આવી ઇન્વેન્ટરીઝ (ન વેચાયેલો માલ) પર નવો વેરો લાદવામાં આવશે એથી ડેવલપર્સ ભવિષ્યમાં ભાવ વધશે એવી અપેક્ષાથી પ્રૉપર્ટીનો સંઘરો કરતા અટકશે.

સ્ટૉક ઇન ટ્રેડ


ડેવલપર્સ જે માલને સ્ટૉક ઇન ટ્રેડ તરીકે દર્શાવશે એના પર વેરો લાદવામાં આવશે. આવી પ્રૉપર્ટી પરનો ટૅક્સ એના કુલ મૂલ્યના ૮થી ૧૦ ટકા વચ્ચે હશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે દેશભરના ઇન્કમ ટૅક્સ (IT) અધિકારીઓને આંતરિક માર્ગદર્શિકા પાઠવી દીધી છે એમ અધિકારીએ કહ્યું હતું. અત્યારે IT ઍક્ટની કલમ ૨૨ કહે છે કે અગર પ્રૉપર્ટીનો માલિક પ્રૉપર્ટીમાંથી આવક કરે છે તો એ ઇન્કમ ફ્રૉમ હાઉસ પ્રૉપર્ટી શીર્ષક હેઠળ કરપાત્ર છે. હવે આ કલમમાં સ્ટૉક ઇન ટ્રેડનો પણ સમાવેશ કરવામાં આવશે.

સૂત્રોએ કહ્યા પ્રમાણે વેરાની ગણતરી માટે પ્રૉપર્ટીનું મૂલ્ય પ્રોપર્ટીની વાર્ષિક ડીમ્ડ વૅલ્યુના આધારે કરવામાં આવશે. IT પ્રમાણે કોઈ પણ પ્રૉપર્ટીની ડીમ્ડ વૅલ્યુ એટલે એવી રકમ જે વાજબી રીતે વેચી શકાય એમ હોય કે વર્ષોવર્ષ ભાડે આપી શકાય એમ હોય. વેરા અધિકારીઓ એવો મત ધરાવે છે કે રિયલ એસ્ટેટ ડેવલપર્સ, ખાસ કરીને મોટા ડેવલપર્સ કાર્ટેલ રચે છે અને બજારમાં કૃત્રિમ અછત દર્શાવે છે.


આમ કરીને તેઓ વેચાયા વિનાની પ્રૉપર્ટીને ઍક્ટ હેઠળ સ્ટૉક ઇન ટ્રેડ તરીકે બતાવી વેરો ભરવામાંથી છટકી જાય છે.

વણવેચાયેલા ફ્લૅટ્સ

અમે દેશભરમાં એક વર્ષથી વેચાયા વિનાના ફ્લૅટ્સના રાજ્યવાર સ્ટૉકના આંકડા ભેગા કરી રહ્યા છીએ. આ ફ્લૅટ્સ નવા વેરા હેઠળ આવશે એવું અધિકારીએ કહ્યું હતું. આ અધિકારીએ જણાવ્યા પ્રમાણે પ્રૉપર્ટીની કિંમતમાં ઘટાડો થયો હોવા છતાં ઇન્વેન્ટરીઝ સ્થિર રહી છે, જે અર્થતંત્ર માટે સારી નિશાની નથી. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ ફોરમમાં દર્શાવ્યા પ્રમાણે ટોચનાં આઠ શહેરોમાં રિયલ એસ્ટેટ બજારમાં ૧૦ લાખ યુનિટ્સ વેચાયા વિનાના છે. જોકે ૫૦ શહેરોમાં ૧૧.૫૦ લાખ પ્રૉપર્ટી વેચાયા વિનાની છે. છેલ્લાં બે વર્ષમાં પ્રૉપર્ટીની કિંમતમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે છતાં આ સ્થિતિ છે.

ડેવલપર્સ પર બોજ

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સે જણાવ્યા પ્રમાણે ડેવલપર્સને વર્તમાન સ્ટૉક વર્તમાન કિંમતે વેચતાં ઓછામાં ઓછા ૪૪ મહિના લાગશે. નવો વેરો લાદવાથી ડેવલપર્સ પરનો બોજો વધશે. તેઓ વર્તમાન કિંમતે માલ વેચી શકતા નથી. જોકે નવા વેરાને પગલે તેઓ સ્પર્ધાત્મક કિંમતે વેચાણ કરશે એમ જણાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK