ભારત આ સદીમાં જ અમેરિકા અને ચીન કરતાં આગળ નીકળી જઈને વિશ્વનું સૌથી વધુ સમૃદ્ધ રાષ્ટ્ર બની શકે છે : મુકેશ અંબાણી

દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટરે બીજું શું-શું કહ્યું?

ambani

હવે ચોથી ઔદ્યોગિક ક્રાન્તિ આવી ગઈ છે. આ ક્રાન્તિનો પાયો કનેક્ટિવિટી, કમ્પ્યુટિંગ, ડેટા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ છે. ભારતીયોએ આ નવા યુગનાં ત્રણ મુખ્ય લક્ષણોને સમજવાં અને ધ્યાનમાં રાખવાં જરૂરી છે. એ લક્ષણો છે, અતિ વેગવાન કાર્ય, અછતની સ્થિતિથી વિપુલતાની સ્થિતિ અને બૌદ્ધિક સેવાઓથી સમર્થ અર્થતંત્ર. ભારત ચોથી ઔદ્યોગિક ક્રાન્તિમાં સહભાગી થશે એટલું જ નહીં, એ એનું આગેવાન બનવાની તક પણ ધરાવે છે એવો મને દૃઢ વિશ્વાસ છે. આ દૃઢ વિશ્વાસ પાછળ ત્રણ કારણો છે. પહેલું કારણ એ છે કે ભારત યુવા રાષ્ટ્ર છે. એની વસ્તીના ૬૩ ટકા લોકોની ઉંમર ૩૫ વર્ષ કરતાં ઓછી છે. ભારતનો યુવા વર્ગ ઊંચાં સપનાં સેવવાની હિંમત અને એ સપનાં સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેઓ નિ:સંદેહપણે ભારતને વિશ્વમાં સ્ટાર્ટઅપ્સનું પ્રથમ ક્રમાંકિત રાષ્ટ્ર બનાવશે. બીજું કારણ એ છે કે ભારતમાં પહેલેથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું રહ્યું છે. આ બાબત છૂપો આર્શીવાદ છે. પહેલેથી ટેક્નૉલૉજી વધુ વપરાઈ નથી એથી હવે નવી પેઢી એનો અનેકગણો વધારે ઉપયોગ અને પ્રયોગ કરી શકશે. ત્રીજું કારણ એ કે ભારતને ટેક્નૉલૉજીમાં આગેવાન બનાવવા માટે રાજકીય ઇચ્છાશક્તિ, નેતૃત્વ, મક્કમતા અને ક્ષમતા છે.

ભારત આ સદીમાં અમેરિકા અને ચીન કરતાં આગળ નીકળી જઈને વિશ્વનું સૌથી વધુ સમૃદ્ધ રાષ્ટ્ર બની શકે છે. ૨૦૩૦ સુધીમાં ભારત ૧૦ ટ્રિલ્યનનું અર્થતંત્ર બની શકે છે. આ સદીના મધ્ય ભાગમાં એ ચીન કરતાં વધારે વૃદ્ધિદર ધરાવતું હશે અને ચીન કરતાં વધારે આકર્ષણરૂપ બની જશે.

ચીન મૅન્યુફૅક્ચરિંગના જોરે વધ્યું છે અને ભારત પ્રચંડ બુદ્ધિમત્તાના જોરે વધશે. આપણી પાસે આપણું અર્થતંત્ર ઝડપથી વિકસાવવાની તકની સાથોસાથ સમગ્ર વિશ્વને બૌદ્ધિક સેવાઓ પૂરા પાડનારા દેશ તરીકે વિકસવાની તક છે.

ટેલિકૉમ કંપનીઓને થયેલી ખોટ માટે જીઓને જવાબદાર ન ઠેરવો : મુકેશ અંબાણી

ટેલિકૉમ કંપનીઓને થયેલી ખોટ માટે જીઓને જવાબદાર ન ઠેરવો એવું રિલાયન્સ જીઓની સ્થાપક કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ ભારતી ઍરટેલના સુનીલ મિત્તલને ઉદ્દેશીને કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીઓએ નફો થાય એ માટે નિયમનકારો અને સરકારો પર મદાર રાખવાનું બંધ કરી દેવું જોઈએ. 

સુનીલ મિત્તલને પોતાના મિત્ર ગણાવતાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘બિઝનેસમાં નફા-તોટાનું જોખમ તો લેવાનું જ હોય છે. જીઓ આવ્યા બાદ દેશને અને ગ્રાહકોને લાભ થયો છે કે નહીં એ જોવાનું મહત્વનું છે.’

જીઓ આવ્યા બાદ બધી ટેલિકૉમ કંપનીઓનું મળીને કુલ ચાળીસથી પચાસ અબજ ડૉલરનું રોકાણ ધોવાઈ ગયું છે એવા સુનીલ મિત્તલના નિવેદન સંબંધે રિલાયન્સના ચૅરમૅને આ ટિપ્પણી કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK