રિલાયન્સ દરેક ઘરને સ્માર્ટ બનાવશે

ભારતનાં સાદાં ઘરોને સ્માર્ટ હોમ બનાવવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લાવશે ઑપ્ટિકલ ફાઇબર આધારિત બ્રૉડબૅન્ડ સર્વિસ જીઓગીગાફાઇબર નામની ઑપ્ટિકલ ફાઇબર આધારિત બ્રૉડબૅન્ડ સર્વિસની જાહેરાત

mukesh

મુકેશ અંબાણીએ કહ્યું કે સ્વતંત્રતા દિને મળશે ડિજિટલ સ્વતંત્રતા : ભારતભરમાં આધુનિક બ્રૉડબૅન્ડ શરૂ કરશે, જીઓ ફોનના ગ્રાહકોની સંખ્યામાં દસ કરોડનો વધારો કરવાનો ટાર્ગેટ, મૉન્સૂન હંગામા ઑફરમાં જીઓ ફોન માત્ર ૫૦૧ રૂપિયામાં આવશે, જીઓ ૨ ફોન પણ લૉન્ચ કરવામાં આવ્યો અને એ શરૂઆતમાં ૨૯૯૯ રૂપિયામાં મળશે, ઈ-રીટેલિંગમાં પણ ઝંપલાવશે

જીઓ ફોન પર હવે વૉટ્સઍપ, ફેસબુક અને યુટ્યુબ જેવી સર્વિસિસ આપવામાં આવશે : જીઓ ફોનના ગ્રાહકોની સંખ્યામાં વધુ ૧૦ કરોડનો ઉમેરો કરવાનો ટાર્ગેટ : મૉન્સૂન હંગામા ઑફરમાં ફીચર ફોનની સામે ફક્ત ૫૦૧ રૂપિયા લઈને જીઓ ફોન અપાશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૧મી વાર્ષિક સાધારણ સભામાં ગઈ કાલે દેશના ટેલિકૉમ ક્ષેત્રમાં નવા યુગનો ઉદય કરનારી અસાધારણ જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જીઓ દ્વારા દેશમાં આ ક્ષેત્રે કટ્ટર સ્પર્ધાનાં મંડાણ કરનાર કંપની હવે હરીફાઈને અલગ જ સ્તરે લઈ જઈ રહી છે.

મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં યોજાયેલી આ સભામાં કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર-ચૅરમૅન મુકેશ અંબાણીની દીકરી ઈશાએ ’જીઓગીગાફાઇબર’ નામની ઑપ્ટિકલ ફાઇબર આધારિત બ્રૉડબૅન્ડ સર્વિસની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યા મુજબ કંપની લોકોનાં ઘરોમાં, દુકાનોમાં અને નાના-મધ્યમ કદના એકમોનાં સ્થળોએ ફાઇબર કનેક્ટિવિટી પૂરી પાડશે. ૧૧૦૦ શહેરોમાં અત્યાધુનિક ફાઇબર આધારિત બ્રૉડબૅન્ડ કનેક્ટિવિટી સૉલ્યુશન્સ પૂરાં પાડવામાં આવશે. આ સર્વિસ ટીવી માટેના સેટ-ટૉપ બૉક્સ સાથે પૂરી પાડવામાં આવશે, જેમાં સ્માર્ટ હોમ ટેક્નૉલૉજી પણ ઉપયોગમાં લેવાશે. ટીવી માટે વૉઇસ કમાન્ડની સુવિધા એમાં આપવામાં આવી હોવાનું ઈશા અંબાણીએ જણાવ્યું હતું.

મુકેશ અંબાણીએ શૅરધારકોને સંબોધતાં જણાવ્યું હતું કે આ સર્વિસ પર હાઈ ડેફિનિશન મનોરંજન, વચ્યુર્અબલ રિયલિટી ગેમિંગ અને ડિજિટલ શૉપિંગ તથા સ્માર્ટ હોમ સૉલ્યુશન્સ પૂરાં પાડવામાં આવશે.

કંપનીની ટેલિકૉમ સર્વિસ જીઓ ભારતને આગામી વર્ષે ફિક્સ્ડ લાઇન બ્રૉડબૅન્ડક્ષેત્રે વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન આપશે.

જીઓના લૉન્ચિંગ બાદ અત્યાર સુધીમાં એના ગ્રાહકોની સંખ્યા ૨૧૫ મિલ્યન થઈ ગઈ છે અને એણે ૨૫ મિલ્યન જીઓ ફોનનું વેચાણ કર્યું છે.

રીફન્ડેબલ સિક્યૉરિટી ડિપોઝિટ પર આપવામાં આવેલા જીઓ ફોન પર હવે વૉટ્સઍપ, ફેસબુક અને યુટ્યુબ જેવી સર્વિસિસ આપવામાં આવશે. આ ફોન પંદરમી ઑગસ્ટે દેશના સ્વાતંત્ર્ય દિને લૉન્ચ કરવામાં આવશે. આ જ દિવસથી ફિક્સ્ડ લાઇન બ્રૉડબૅન્ડ સર્વિસ પણ શરૂ કરવામાં આવશે.

અંબાણીએ જણાવ્યા મુજબ તેમણે શક્ય એટલા ઓછા સમયમાં જીઓ ફોનના ગ્રાહકોની સંખ્યામાં વધુ ૧૦ કરોડનો ઉમેરો કરવાનો ટાર્ગેટ છે. ૨૧ જુલાઈથી શરૂ થનારી મૉન્સૂન હંગામા ઑફરમાં ફીચર ફોનની સામે ફક્ત ૫૦૧ રૂપિયા આપીને જીઓ ફોન લઈ શકાશે.

ઈશા અંબાણીની સાથે તેમના ભાઈ આકાશ અંબાણી પણ મંચ પર હાજર હતા. તેમણે બન્નેએ જીઓ ગીગા ફાઇબરની વિગતો આપી હતી.

કંપનીએ આ પ્રસંગે જીઓ સ્માર્ટ હોમ સોલ્યુશન્સની સાથે-સાથે જીઓ ગીગા રાઉટર અને જીઓ ગીગા ટીવી પણ લૉન્ચ કર્યાં હતાં. નાના રીટેલરોને ઑનલાઇન માર્કેટમાં લાવવા માટે ઑનલાઇન અને ઑફલાઇન કૉમર્સનું મિશ્રણ એવા હાઇબ્રિડ મંચની પણ જાહેરાત કરવામાં આવી હતી.

સ્વતંત્રતા દિને મળશે ડિજિટલ સ્વતંત્રતા : મુકેશ અંબાણી


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ગઈ કાલે યોજાયેલી ૪૧મી વાર્ષિક સાધારણ સભામાં કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આગામી દશક રિલાયન્સ માટે સુવર્ણ દશક બની જશે એવી શૅરધારકોને ખાતરી આપી હતી.

તેમણે જીઓના ગ્રાહકો માટેના લાભ માટેની જાહેરાતો કરી હતી. જીઓ ગીગા ફાઇબર ફિક્સ્ડ લાઇન બ્રૉડબૅન્ડ માટેની નોંધણી ૨૦૧૮ની ૧૫ ઑગસ્ટથી માયજીઓ ઍપ તથા geo.com વેબસાઇટ પર શરૂ થશે. જે વિસ્તારમાંથી વધારે લોકો નોંધણી કરાવશે એ વિસ્તારમાં જીઓ ગીગા ફાઇબર બ્રૉડબૅન્ડની સુવિધા પહેલાં ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.

૧૫ ઑગસ્ટે દરેક ભારતીયની ડિજિટલ સ્વતંત્રતા માટે નોંધણી કરાવવા દ્વારા ભારતની સ્વતંત્રતાની ઉજવણી કરવા માટે જીઓ આપને આમંત્રણ આપે છે એમ મુકેશ અંબાણીએ કહ્યું હતું.

મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં જીઓના ગ્રાહકોની સંખ્યા વધીને ૨૧.૫ કરોડ થઈ ગઈ છે.

રિલાયન્સની વાર્ષિક સાધારણ સભામાં અંબાણીપરિવારની ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતાની હાજરી

અંબાણીપરિવારની ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતા ગઈ કાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ૪૧મી વાર્ષિક સાધારણ સભામાં હાજર રહી હતી.

૨૭ વર્ષની શ્લોકા મહેતાની સગાઈ તાજેતરમાં કંપનીના ચૅરમૅન મુકેશ અંબાણીના જ્યેષ્ઠ પુત્ર આકાશ સાથે થઈ છે.

ઉક્ત સભામાં આગલી હરોળમાં શ્લોકા, તેનો ભાવિ દિયર અનંત અને દાદીસાસુ કોકિલાબહેન અંબાણી બેઠાં હતાં.

અંબાણીપરિવાર આ કંપનીમાં ૪૭.૪૮ ટકા હિસ્સો ધરાવે છે.

રિલાયન્સ જીઓનું FTTH શું છે?

ભારતમાંથી ઇન્ડિયા કરવા માટેની ડિજિટલ ક્રાન્તિના ભાગરૂપે રિલાયન્સ જીઓ હવે ફાઇબર ટુ ધ હોમ (FTTH) નામની સર્વિસ લાવવાની છે.

નામ પરથી સ્પષ્ટ થાય છે એમ આ સર્વિસમાં દરેક ઘર સુધી ફાઇબર નેટવર્ક આવશે. હાલમાં ફાઇબર કેબલ ફક્ત અમુક સ્થળ સુધી જ આવે છે. ત્યાંથી ઘરમાં કનેક્શન આપવા માટે પરંપરાગત રીતે વપરાતા તાંબાના વાયર વાપરવામાં આવે છે.

હવે ફાઇબર કેબલ વાપરીને દરેક ઘરમાં બ્રૉડબૅન્ડ પહોંચાડવાની આ પહેલ દ્વારા દરેક ઘરમાં સુપરફાસ્ટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. પરંપરાગત મોડેમ કનેક્શન કરતાં ૧૦૦ ગણી વધારે ઝડપી કનેક્ટિવિટી ફાઇબર કેબલથી સંભવ બને છે.

BSNL પણ આ સર્વિસ આપે છે

રિલાયન્સ જીઓ FTTH શરૂ કરે એ પહેલાં જ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ સર્વિસ આપી રહ્યું છે. એણે કલકત્તા અને ચેન્નઈમાં એનો પ્રારંભ કર્યો છે. જોકે જીઓ મોટા પાયે એનું લૉન્ચિંગ કરવાની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK