ફૉર્બ્સની ભારતીય શ્રીમંતોની યાદીમાં ગુજરાતીઓનો દબદબો

મુકેશ અંબાણી સતત નવમા વર્ષે ભારતની સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ; જ્યારે  દિલીપ સંઘવી બીજા, ઉદય કોટક ૧૧મા અને ગૌતમ અદાણી ૧૩મા ક્રમાંકે

forbes gujarati


‘ફૉર્બ્સ’ સામયિક વર્ષોથી ભારતીય શ્રીમંતોની યાદી બહાર પાડે છે, પરંતુ આ વખતની એની યાદી કંઈક વિશિક્ટ છે. એનું કારણ એ છે કે આ યાદીમાં ગુજરાતીઓની બોલબાલા છે. અંબાણી, અદાણી, સંઘવી અને પટેલનાં નામ ધરાવતી આ વિશિક્ટ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી સતત નવમા વર્ષે ભારતની સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ છે. તેમની નેટવર્થ ૨૨.૭ અબજ ડૉલર કહેવામાં આવી છે. તેમના નાના ભાઈ અને રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના અનિલ અંબાણી ૩.૪ અબજ ડૉલરની નેટવર્થ સાથે ૩૨મા ક્રમાંકે છે.

ગઈ કાલે જાહેર કરાયેલી ભારતના સૌથી વધુ ૧૦૦ શ્રીમંતોની યાદીમાં સન ફાર્માના દિલીપ સંઘવી બીજા ક્રમાંકે છે અને તેમની નેટવર્થ ૧૬.૯ અબજ ડૉલર ગણાવાઈ છે. વિપ્રોના અઝીમ પ્રેમજી ૧૫ અબજ ડૉલર સાથે ચોથા ક્રમાંકે છે. અન્ય ગુજરાતીઓમાં કોટક મહિન્દ્રના ઉદય કોટક (૮.૩ અબજ ડૉલર સાથે ૧૧મા ક્રમાંકે) અને અદાણી એન્ટરપ્રાઇઝિસના ગૌતમ અદાણી (૬.૩ અબજ ડૉલર સાથે ૧૩મા ક્રમાંકે) સામેલ છે. આ ઉપરાંત કૅડિલા ફાર્માસ્યુટિકલ્સના પંકજ પટેલ (ક્રમાંક ૨૩મો, નેટવર્થ ૪.૫ અબજ ડૉલર), નિરમાના કરસન પટેલ (ક્રમાંક બાવનમો, નેટવર્થ ૨.૨૪ અબજ ડૉલર), રાજેશ  એક્સપોર્ટ્સના રાજેશ મહેતા (ક્રમાંક ૬૧મો, ૧.૮૮ અબજ ડૉલર) અને ફાયરસ્ટાર ડાયમન્ડના નીરવ મોદી (ક્રમાંક ૭૧મો, નેટવર્થ ૧.૭૪ અબજ ડૉલર)નાં નામ પણ છે.

૧૫.૨ અબજ ડૉલર સાથે હિન્દુજાપરિવારને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાંના પારસી ગુજરાતીઓમાં શાપુરજી પાલનજી કન્સ્ટ્રક્શન્સના પાલનજી મિસ્ત્રી (ક્રમાંક પાંચમો, નેટવર્થ ૧૩.૯ અબજ ડૉલર), ગોદરેજપરિવાર (ક્રમાંક ૭મો, નેટવર્થ ૧૨.૪ અબજ ડૉલર) અને પૂનાવાલા ગ્રુપના સાયરસ પૂનાવાલા (ક્રમાંક ૧૦મો, નેટવર્થ ૮.૬ અબજ ડૉલર) સામેલ છે.

‘ફૉર્બ્સ’એ જણાવ્યા મુજબ ભારતના આ ૧૦૦ શ્રીમંતોની કુલ નેટવર્થ ૩૮૧ અબજ ડૉલર થાય છે. ગયા વર્ષે આ પ્રમાણ ૩૪૫ અબજ ડૉલર હતું. આમ એક વર્ષમાં એમાં ૧૦ ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈ છે.

આચાર્ય બાલકૃષ્ણનો પ્રવેશ


નોંધનીય રીતે યોગગુરુ બાબા રામદેવના સાથી અને પતંજલિ આયુર્વેદના વડા આચાર્ય બાલકૃષ્ણ પણ આ યાદીમાં પહેલી વાર સ્થાન પામ્યા છે. તેમને ૨.૫ અબજ ડૉલર સાથે ૪૮મો ક્રમાંક મળ્યો છે. તેમની નેટવર્થમાં તેમનું પતંજલિ આયુર્વેદમાંનું ૯૭ ટકા હોલ્ડિંગ સામેલ છે.

સચિન અને બિન્ની બંસલ ગાયબ


ઈ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટના સ્થાપકો સચિન બંસલ અને બિન્ની બંસલ આ યાદીમાંથી બહાર નીકળી ગયા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy