કો-ઑપરેટિવ શુગરમિલોએ કરી ખાંડના ભાવ વધારવાની માગણી

નૅશનલ ફેડરેશન ઑફ કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીએ ખાંડના લઘુતમ વેચાણભાવને વધારવા માટે હવે સીધો જ વડા પ્રધાનનો સંપર્ક કર્યો છે અને વડા પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી સાથે બેઠક પણ કરી હતી.

sugar

કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના ભાવને ઉપર લાવવા માટે અનેક પગલાંઓ લેવામાં આવ્યાં હોવા છતાં ભાવ ઊંચા આવતા નથી ત્યારે દેશની કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઓએ પણ સરકારને લઘુતમ વેચાણભાવમાં વધારો કરવા માટે વડા પ્રધાનના કાર્યાલયને રજૂઆત કરી છે.

નૅશનલ ફેડરેશન ઑફ કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીએ ખાંડના લઘુતમ વેચાણભાવને વધારવા માટે હવે સીધો જ વડા પ્રધાનનો સંપર્ક કર્યો છે અને વડા પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી સાથે બેઠક પણ કરી હતી. સહકારી મિલોએ સરકારને રજૂઆત કરીને મહારાષ્ટ્રમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો ચાર રૂપિયા અને ઉત્તર પ્રદેશમાં પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો કરવાની માગણી કરી છે. કેન્દ્ર સરકારે ખાંડના લઘુતમ વેચાણભાવ ૨૯ રૂપિયા પ્રતિ કિલો જાહેર કર્યા હતા.

દેશમાં શુગરમિલોએ ખેડૂતોને શેરડીની ખરીદી પેટે ચૂકવવાની બાકી રકમનો આંકડો ૨૨,૦૦૦ કરોડ રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે અને એ પૈસા ચૂકવવા માટે મહારાષ્ટ્રમાં ૩૧ રૂપિયા અને ઉત્તર પ્રદેશમાં ૩૩ રૂપિયાના પ્રતિ કિલોના લઘુતમ વેચાણભાવ થાય એ જરૂરી છે.

કો-ઑપરેટિવ ફેડરેશનના ચૅરમૅન દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું કે અમે વડા પ્રધાન કાર્યાલયના પ્રિન્સિપલ સેક્રેટરીને મળ્યા હતા અને ભાવ વધારવા માટે માગણી કરી હતી. દક્ષિણ ભારત અને બીજાં રાજ્યોમાં પહોંચાડવા માટે પણ લૉજિસ્ટિક ખર્ચવધારો થતો હોવાથી એના વેચાણભાવમાં વધારો કરવાની માગણી કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK