મોદી સરકારને મૂડીઝનો સપોર્ટ

મૂડીઝે ભારતનું રેટિંગ ૧૪ વર્ષમાં પહેલી વાર અપગ્રેડ કર્યું : આધાર, GST, ડીમૉનેટાઈઝેશન, DBT, NPAના ઉપાય વગેરે આર્થિક સુધારાની અસર

modi

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસિસે ભારતના આર્થિક સુધારાની બાબતે નરેન્દ્ર મોદી સરકારને ટેકો આપ્યો હોય એમ ભારતનું સૉવરિન રેટિંગ BAA૩ પરથી સુધારીને BAA૨ કર્યું છે તેમ જ ભારતનું આઉટલુક પણ પૉઝિટિવથી બદલીને સ્ટૅબલ કર્યું છે. ભારત માટે આ બહુ સારા સમાચાર છે. મૂડીઝે ૧૪ વર્ષમાં પહેલી વાર ભારતનું રેટિંગ અપગ્રેડ કર્યું છે.

મૂડીઝે ભારતનું સૉવરિન રેટિંગ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડની ઉપર કર્યું છે, જે ૧૪ વર્ષમાં પ્રથમ વાર થયું છે. એક રસપ્રદ વાત એ પણ છે કે અગાઉ જ્યારે મૂડીઝે ભારતનું રેટિંગ બદલ્યું હતું ત્યારે વાજપેયી સરકાર સત્તા પર હતી. મૂડીઝે ભારતના લોકલ કરન્સી રેટિંગને પણ અપગ્રેડ કર્યું છે.

રેટિંગ સુધારાનાં કારણ

મૂડીઝે આ રેટિંગ સુધારવાનાં કારણોમાં ભારત સરકારના આર્થિક અને સંસ્થાકીય સુધારા છે તેમ જ એ ચાલુ રહેશે એવી આશા છે. સરકાર પોતાનું દેવું ઓછું કરશે એવી ધારણા પણ આમાં સમાયેલી છે. ભારતના આર્થિક વિકાસ માટે પણ મૂડીઝને ઊંચી આશા છે.  ભારતના ઊંચા દેવાં (ડેટ)ની બાબત કાયમ ચિંતાજનક રહી છે, પરંતુ હવે મૂડીઝના અભ્યાસ મુજબ એ ઘટશે અને સરકારનાં પગલાં આ દિશામાં આગળ વધી રહ્યાં છે. મોદી સરકારના આર્થિક સુધારાને કારણે હવે જોખમ ઘટી રહ્યું હોવાનો મત એજન્સીએ વ્યક્ત કર્યો છે. મૂડીઝે ભારતનાં લૉન્ગ ટર્મ કરન્સી બૉન્ડ્સ માટેના રેટિંગને પણ અપગ્રેડ કર્યું છે. ફૉરેન કરન્સી બૅન્ક ડિપોઝિટ સીલિંગ પણ વધારી છે મૂડીઝના અભિપ્રાય મુજબ આર્થિક સુધારાનાં સતત પગલાંને લીધે ભારતમાં બિઝનેસ માહોલ સુધરશે, ઉત્પાદકતા વધશે તેમ જ સ્થાનિક અને વિદેશી રોકાણપ્રવાહ પણ વધતો જશે અને ગ્રોથ પણ વૃદ્ધિ પામશે અને એ વૃદ્ધિ ટકી રહેશે એને કારણે ભારતની ગ્લોબલ સ્પર્ધાશક્તિ પણ વધી શકશે.

કયા સુધારા ધ્યાનમાં લેવાયા

મૂડીઝે જે રિફૉર્મ્સને ધ્યાનમાં લીધા છે એમાં GST, બૅન્ક NPA સામેનાં આકરાં પગલાં, નાણાંકીય નીતિના માળખામાં સુધારા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, આધાર લિન્કિંગ અને ડીમૉનેટાઇઝેશન વગેરેનો સમાવેશ છે. જોકે મૂડીઝના મતે હજી લૅન્ડ અને લેબર સુધારા બાકી છે. એ માટે રાજ્યો અને કેન્દ્ર સરકાર વચ્ચે સમજૂતી મહત્વની રહેશે.

લાંબા ગાળાનું ભાવિ ઉજ્જ્વળ

મૂડીઝ કહે છે કે આ સુધારાની અસર લૉન્ગ ટર્મમાં આવશે, ખાસ કરીને GST અને ડીમૉનેટાઇઝેશનની અસર જેની ટૂંકા ગાળાની અસર થોડી નબળી પણ રહી શકે જેને લીધે મૂડીઝે માર્ચ ૨૦૧૮ના અંતે ભારતનો ગ્રોથ-રેટ ૬.૭ ટકા રહેવાનો અંદાજ મૂકયો છે. જોકે તાજેતરમાં સરકારે SME સેક્ટર અને નિકાસકારો માટે GST બાબતે જે રાહતનાં પગલાં ભર્યાં છે એને લીધે રિયલ GDP ગ્રોથ ૨૦૧૮માં ૭.૫ ટકા થઈ શકશે એવું પણ મૂડીઝે ઉમેર્યું છે, જ્યારે ૨૦૧૯માં આ રેટ ઝડપથી ઊંચે જશે. ભારતનું લાંબા ગાળાનું ભાવિ ઉજ્જ્વળ હોવાનું મૂડીઝે કહ્યું છે.

ઘણા વખત પહેલાં કરવાની જરૂર હતી : અરવિંદ સુબ્રમણ્યન

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યનનું કહેવું છે કે ‘રેટિંગમાં કરાયેલી સુધારણાનું સ્વાગત છે, પરંતુ એ ઘણા વખત પહેલાં જ કરવાની જરૂર હતી. આ સુધારણા ભારતમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ, બૅન્કોના મૂડીકરણ, બૅન્કરપ્ટ્સી કોડ અને મૅક્રોઇકૉનૉમિક સ્થિરતા એ બધા ફેરફારોને મળેલી માન્યતા છે. હવે સરકાર રોજગારમાં વૃદ્ધિ કરશે, આર્થિક વિકાસ કરશે અને રોકાણને નવજીવન આપશે.

જેટલીએ વિરોધીઓને સંભળાવ્યું, હવે આત્મચિંતન કરો

મૂડીઝે ભારતનું રેટિંગ સુધાર્યા બાદ નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે દેશમાં ચાલી રહેલી સુધારાની પ્રક્રિયા વિશે શંકા કરી રહેલા લોકોએ હવે પોતાના વલણ બાબતે આત્મચિંતન કરવાની જરૂર છે.

તેમણે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ડીમૉનેટાઇઝેશન સહિતનાં અનેક પગલાંને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું છે. રેટિંગના સુધારાનું સ્વાગત છે. જોકે અમારું માનવું છે કે ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં લેવાયેલાં સકારાત્મક પગલાંને બિરદાવવામાં મોડું થયું છે. આ પગલાને લીધે ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યું છે. દેશમાં કરાયેલા આ માળખાકીય સુધારાને લીધે દેશ વધુ ઊંચા દરે પ્રગતિ કરવાની સ્થિતિમાં મુકાયો છે. રેટિંગના સુધારાથી સરકારનો ઉત્સાહ ઘણો વધી ગયો છે.’

નાણાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘ભારત વિકસી રહેલાં રાષ્ટ્રોમાં સૌથી વધુ ઝડપથી પ્રગતિ કરી રહેલું રાષ્ટ્ર છે. દેશમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. સરકારે બૅન્કિંગ ક્ષેત્રમાં વધુ મૂડી આપવાની યોજના જાહેર કરવાથી અર્થતંત્રની ગાડી પાટા પર ચડી શકી છે. રાજકોષીય સુધારણાને લીધે પણ રેટિંગ સુધારવામાં મદદ મળી છે. GSTને ભારતીય અર્થતંત્રનું સીમાચિહ્નરૂપ પરિવર્તન ગણાવાયું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK