બૅન્કની રિસ્ક-કન્ટ્રોલ સિસ્ટમમાં છીંડાં હતાંબૅન્કની રિસ્ક-કન્ટ્રોલ સિસ્ટમમાં છીંડાં હતાં

PNB ફ્રૉડનો આંતરિક અહેવાલ કહે છે...

PNB

પંજાબ નૅશનલ બૅન્ક (PNB) ખાતે થોડા ઠગ કર્મચારીઓએ બે અબજ ડૉલરનું કૌભાંડ આચર્યું હતું, પરંતુ એ બૅન્કના રિસ્ક-કન્ટ્રોલ અને મૉનિટરિંગમાં રહેલાં છીંડાંને કારણે એ પકડાયું નહોતું એમ બૅન્કે તૈયાર કરેલી આંતરિક તપાસમાં જણાઈ આવ્યું છે.

દેશની બીજા ક્રમાંકની સૌથી મોટી ધિરાણકર્તા બૅન્ક PNBએ એવો આક્ષેપ કર્યો હતો કે મુંબઈ બ્રાન્ચના મુઠ્ઠીભર કર્મચારીઓએ બે જ્વેલરી ગ્રુપ્સ નીરવ મોદી અને તેમના સગા મેહુલ ચોકસીને વિદેશી ચલણમાં અબજો ડૉલર એકઠા કરવા સહાય કરવા બનાવટી બૅન્ક-ગૅરન્ટીઓ ઇશ્યુ કરીને દેશના ઇતિહાસમાં બૅન્ક સાથેની સૌથી મોટી છેતરપિંડી કરી હતી.

બૅન્કના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુનીલ મહેતાએ એપ્રિલમાં કહ્યું હતું કે ‘તેમણે ૨૧ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે અને અન્ય દોષી અધિકારીઓને પણ છોડશે નહીં. જોક તેમણે બૅન્કમાં આચરાયેલા ફ્રૉડને નાની મુશ્કેલી ગણાવી હતી.’

૮ કર્મચારીઓ પર પોલીસે મૂક્યા આરોપ

જોકે PNBના અધિકારીઓએ તૈયાર કરેલા ૧૬૨ પાનાંના આંતરિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ‘ફ્રૉડમાં કેટલીક બ્રાન્ચના અધિકારીઓ સંડોવાયેલા હતા અને ૫૪ અધિકારીઓ નિષ્ફળ રહ્યા હતા. ક્લર્કથી લઈને ફૉરેન એક્સચેન્જ મૅનેજર્સ અને ઑડિટર્સથી લઈને રીજનલ ઑફિસિસના હેડ્સે છેતરપિંડીને ચાલવા દીધી હતી.’

૫૪માંથી આઠ પર તો કૌભાંડમાં સંડોવણી બદલ પોલીસે આરોપ મૂક્યા છે.

PNBના અધિકારીઓએ આ અહેવાલ બૅન્કની રિસ્ક-મૅનેજમેન્ટ પાંખ સમક્ષ બૅન્કના રેકૉર્ડ સહિતના પુરાવાઓ સાથે રજૂ કર્યો હતો અને એ પોલીસ દ્વારા અદાલતને સુપરત કરવામાં આવેલા પુરાવાઓનો હિસ્સો છે જે જાહેર કરવામાં આવ્યો નથી.

PNB પર કોઈ દંડ લાદવામાં નથી આવ્યો

ફ્રૉડના પરિણામે PNB પર કોઈ દંડ લાદવામાં આવ્યો નથી અને એના સિનિયર મૅનેજમેન્ટમાં પણ કોઈ ફેરફાર થયા નથી. જોકે PNBના એક અધિકારીએ કહ્યું હતું કે આ બાબત અદાલતમાં નિર્ણયાધીન હોવાથી વધુ વિગત આપી શકું એમ નથી. દોષી અધિકારીઓનાં નામ આપવાનો પણ તેમણે ઇનકાર કર્યો હતો.

અહેવાલમાં એનો ફોડ પાડવામાં આવ્યો નથી કે જેઓ મૉનિટરિંગ કરવા માટે જવાબદાર હતા તેઓ નિષ્ફળ ગયા હતા કે નહીં. બૅન્કના નવી દિલ્હીસ્થિત હેડ ક્વૉર્ટર્સના ક્રેડિટ રિવ્યુ અને ઇન્ટરનૅશનલ બૅન્કિંગ યુનિટ્સ દ્વારા ભૂલો થઈ હતી. અહેવાલમાં કહેવાયું છે કે સિસ્ટમનો ખુલ્લો ભંગ, અનૈતિક પ્રથાઓ અને જવાબદારીઓ પ્રતિની ઉપેક્ષાએ બૅન્કને આપત્તિમાં સપડાવી હતી.

સ્વિફ્ટ સોદાઓ લૉગ કરાયા નહોતા

ફ્રૉડનું કેન્દ્રબિંદુ PNBની મુંબઈસ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચમાં હતું. ત્યાંથી ડેપ્યુટી મૅનેજર ગોકુલનાથ શેટ્ટી ર્વષોથી સ્વિફ્ટ ઇન્ટરબૅન્ક મેસેજિંગ નેટર્વક પર બનાવટી ક્રેડિટ ગૅરન્ટીઝ ઇશ્યુ કરતા રહ્યા હતા એવો આક્ષેપ બૅન્ક અને વકીલોએ કર્યો છે.

PNBના તપાસકર્તાઓએ કહ્યું છે કે ‘ગોકુલનાથ શેટ્ટી પકડાયા નહીં, કારણ કે તેણે સ્વિફ્ટ સોદાઓને બૅન્કના ઇન્ટર્નલ સૉફ્ટવેરમાં લૉગ કર્યા નહોતા. બ્રાન્ચે જો દરરોજ સ્વિફ્ટ સિસ્ટમનું રીકન્સિલિએશન કર્યું હોત તો પણ છેતરપિંડી પકડાઈ જાત.’

મુંબઈ શહેરની રીજનલ ઑફિસે બીજી એક બાબત પર પણ ધ્યાન આપ્યું નહોતું. બ્રેડી હાઉસ બ્રાન્ચ મોદીની કંપનીઓનાં કામકાજને પગલે સ્ટાર પર્ફોર્મર હતી. માર્ચ-૨૦૧૭માં પૂરા થયેલા ૧૨ મહિનામાં આયાત અને નિકાસના સોદાઓના મૂલ્યમાં આગલાં બે ર્વષની તુલનાએ ૫૦ ટકાનો વધારો થયો હતો એ જોઈને સવાલ થવો જોઈતો હતો કે આટલો અસામાન્ય વધારો કેમ થયો છે એમ અહેવાલમાં જણાવાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK