જુલાઈનું GST કલેક્શન ૯૨,૦૦૦ કરોડથી વધુ

સરકારે બજેટમાં મૂકેલા અંદાજ કરતાં વધુ વસૂલી

GST

આખરે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના પ્રથમ મહિના જુલાઈના કલેક્શનના આંકડા જાહેર થયા છે જે સરકારે મૂકેલી ધારણા અથવા ટાર્ગેટ કરતાં વધી ગયા છે. સરકારે જુલાઈ માટે બજેટમાં ૯૧,૦૦૦ કરોડના કલેક્શનનો અંદાજ મૂક્યો હતો જેની સામે કલેક્શન ૯૨,૦૦૦ કરોડને વટાવી ગયું છે અને હજી આ રકમમાં વધારો થવાની આશા છે.

જુલાઈ મહિનામાં GSTનું કલેક્શન ૯૨,૨૮૩ કરોડ રૂપિયા થયું છે એવી જાહેરાત નાણાપ્રધાન અરુણ જેટલીએ કરી છે. GST લાગુ થયાનો જુલાઈ પ્રથમ મહિનો હતો એથી આ પ્રથમ કલેક્શન ગણાય.

આ કલેક્શન અત્યાર સુધીમાં રજિસ્ટર્ડ થયેલા ૫૯.૫૭ લાખ કરદાતાના ૬૪.૪ ટકા પાસેથી આવ્યું છે. પરિણામે આ આંકડો હજી વધવાની ધારણા છે.

કયા ટૅક્સરૂપે કેટલી રકમ

૧૪,૮૯૪ કરોડ રૂપિયા સેન્ટ્રલ GST પેટે આવ્યા છે. ૨૨,૭૨૨ કરોડ સ્ટેટ GST પેટે આવ્યા છે, જ્યારે ૪૭,૪૬૯ કરોડ રૂપિયા ઇન્ટિગ્રેટેડ GST સ્વરૂપે જમા થયા છે જે ગુડ્સની ઇન્ટર સ્ટેટ હેરફેર અને આયાત પર લાગે છે. આમાંથી ૨૦,૯૬૪ કરોડ આયાત પરના GST સ્વરૂપે છે, જ્યારે ૭૧૯૮ કરોડ ડિમેરિટ ગુડ્સ પરના સેસ તરીકે જમા થયા છે. વધુ કમ્પ્લાયન્સ સાથે ટૅક્સ-કલેક્શનની રકમ વધવાની અપેક્ષા છે.

ટાર્ગેટ કરતાં વધુ

સરકારે બજેટમાં જુલાઈમાં સેન્ટ્રલ GST પેટે ૪૮,૦૦૦ કરોડની અને સ્ટેટ GST પેટે ૪૩,૦૦૦ કરોડની ધારણા રાખી હતી અર્થાત કુલ ૯૧,૦૦૦ કરોડ રૂપિયાના કલેક્શનનો અંદાજ બાંધ્યો હતો જેની સામે આ લક્ષ્ય કરતાં પણ વધુ કલેક્શન થયું છે.

જેટલીએ કહ્યું હતું કે ‘૫૯.૫૭ લાખ રજિસ્ટર્ડ કરદાતામાંથી હજી ૩૮.૩ લાખ લોકોએ રિટર્ન્સ ફાઇલ કર્યાં છે.

અત્યાર સુધીમાં ૭૨.૩૩ લાખ કરદાતા નવી સિસ્ટમમાં માઇગ્રેટ થયા છે. આમાંથી ૫૮.૫૩ લાખ લોકોએ બધી જ પ્રોસેસ પૂર્ણ કરી છે.’

દિવસદીઠ ૧૦૦ રૂપિયા પેનલ્ટી

સેન્ટ્રલ અને સ્ટેટ GST રિટર્ન્સના લેટ ફાઇલિંગ પર દિવસદીઠ ૧૦૦ રૂપિયાની પેનલ્ટી રખાઈ છે.

પ્રથમ મહિનાના રિટર્ન્સ માટે ૨૫ ઑગસ્ટ ડેડલાઇન રાખવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK