IT કંપનીઓએ ફ્રેશર્સને વધારે પગાર ન આપવો પડે એ માટે કાર્ટેલ રચી છે : ટી.વી. મોહનદાસ પાઈ

દેશની મોટી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીઓએ પ્રારંભિક સ્તરના એન્જિનિયર્સ માટે પગારનો સ્તર નીચો રાખવા માટેની કાર્ટેલ બનાવી હોવાનો આક્ષેપ IT ઉદ્યોગના અગ્રણી ટી. વી. મોહનદાસ પાઈએ કર્યો હતો.

mohandas

છેલ્લાં ૭ વર્ષમાં સૉફ્ટવેર ઉદ્યોગમાં ફ્રેશર્સના પગાર સ્થિર રહ્યા છે, જ્યારે સિનિયર સ્તરના કર્મચારીઓનો પગાર અનેકગણો વધ્યો છે એવા ઇન્ફોસિસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિના વિધાન સાથે સંમત થતાં ઇન્ફોસિસના CFO રહી ચૂકેલા પાઈએ કહ્યું હતું કે આ કંપનીઓ એન્જિનિયર્સના વધુ પડતા પુરવઠાનો લાભ ઉઠાવી રહી છે અને બજાર પર અંકુશ મેળવવા ઇચ્છે છે, જે સદંતર ખોટું છે.

કાર્ટેલ છે, છે અને છે

એમાં કોઈ શંકા નથી, કાર્ટેલ છે, છે અને છે. મોટી કંપનીઓ એકમેક સાથે વાત કરીને નક્કી કરે છે કે લાંબા સમય સુધી વધારો ન કરવો. ફુગાવાને ધ્યાનમાં લઈએ તો છેલ્લાં ૭ વર્ષમાં IT ઉદ્યોગના ફ્રેશર્સના પગારમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે અને એટલે જ પ્રથમ પાંચ વર્ષમાં સંસ્થા છોડી જવાનું પ્રમાણ ઊંચું હોય છે.

મોટી કંપનીઓ પહેલ કરે

પગાર સ્થિર રહ્યા હોવાથી બુદ્ધિમંતો IT ઉદ્યોગમાં જોડાતા નથી. મોટી કંપનીઓને સારા પગાર આપવા પરવડે છે એણે ઊંચા અને નીચલા સ્તરના કર્મચારીઓના પગાર વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. ફ્રેશર્સને સારા પગાર આપવાની TCS અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓએ પહેલ કરવી જોઈએ એમ તેમણે કહ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK