નરેન્દ્ર મોદીનું ઉદ્યોગપતિઓને આહ્વાન: ભારતીય હળદર, આદું અને તુલસીયુક્ત હેલ્થ-ફૂડ પાછળ વિશ્વને ઘેલું કરો

વર્લ્ડ ફૂડ ઇન્ડિયા કૉન્ફરન્સમાં વડા પ્રધાને કહ્યું કે ભારતમાં વેપાર શરૂ કરવાનું અગાઉ કરતાં બહુ જ સરળ થઈ ગયું છે

modi

ભારતના પરંપરાગત ફૂડને મૉડર્ન ટેક્નૉલૉજી, પ્રોસેસ અને પૅકેજિંગની સહાયથી વિશ્વભરમાં લોકપ્રિય કરી શકાય અને હળદર, આદું અને તુલસી જેવા ઘટકો દ્વારા સ્વાદ અને સ્વાસ્થ્યપ્રદ ફૂડનું ઉત્પાદન ભારતમાં કરકસરથી થઈ શકે છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-૨૦૧૭ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું. તેમણે ઉદ્યોગપતિઓને આ કામ ઉપાડી લેવાનો અનુરોધ કર્યો હતો.

ભારતમાં વેપાર શરૂ કરવાનું અગાઉ કરતાં બહુ જ સરળ થઈ ગયું છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વિધિ સરળ બનાવવામાં આવી છે, જૂનાપુરાણા કાયદાઓને સમેટી લેવામાં આવ્યા છે અને અનુપાલનની આવશ્યકતાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં કરેલા સુધારાને પગલે ભારત વર્લ્ડ બૅન્કના ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ-રૅન્કિંગમાં ૩૦ પૉઇન્ટના સુધારે ટોચનાં ૧૦૦ રાષ્ટ્રોમાં સ્થાન પામ્યું છે. ભારત ૨૦૧૪માં વર્લ્ડ બૅન્કના ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ-રૅન્કિંગમાં ૧૪૨મા ક્રમે હતું એ ટોચનાં ૧૦૦ રાષ્ટ્રોની હરોળમાં આવી ગયું છે. ભારત માટે આ વર્ષની આ મોટી સિદ્ધિ છે.’

ફૂડ-પ્રોસેસિંગ ક્ષેત્રે આવકાર

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ભારત ગ્રીનફીલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ૨૦૧૬માં પહેલા ક્રમાંકે રહ્યું છે અને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ, ગ્લોબલ લોજિસ્ટિક્સ ઇન્ડેક્સ અને ગ્લોબલ કમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ઝડપથી એનું સ્થાન આગળ વધી રહ્યું છે. પહેલી જુલાઈથી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લાગુ પાડવામાં આવ્યો હોવાથી વેરાના બાહુલ્યમાં ઘટાડો થયો છે. યોગાનુયોગે વર્લ્ડ બૅન્કે ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસના રૅન્કિંગમાં આ સુધારાને ધ્યાનમાં લીધો નથી, કારણ કે નિર્ણાયક માપદંડો જૂન સુધી સીમિત હતા. એની ગણતરી આગામી વર્ષે કરવામાં આવશે.’

ટોચની ગ્લોબલ કંપનીઓના અને ભારતીય કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરોને આવકારતાં નરેન્દ્ર મોદીએ ફૂડ-પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં આવો અને રોકાણ કરો. આ ઉદ્યોગમાં અસીમિત તક છે. આ સ્થાન પ્રોડ્યુસ, પ્રોસેસ કરવા અને પ્રૉસ્પર થવા માટેનું છે.’

ભારત ગ્લોબલ મથક

ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ ફૂડ-પ્રોસેસિંગ સેક્ટરમાં કરેલી ક્રાન્તિકારક પહેલની યાદી સંભળાવી હતી જેમાં ફૂડ-પ્રોડક્ટ્સના ઈ-કૉમર્સ સહિત ટ્રેડિંગમાં સો ટકા ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ની અપાયેલી છૂટ, સિંગલ વિન્ડો સુવિધા, આકર્ષક નાણાકીય પ્રોત્સાહનો અને સરળ ક્રેડિટનો સમાવેશ થતો હતો. તેમણે કહ્યું હતું કે ‘આજે અમે મજબૂત કૃષિપાયો ધરાવીએ છીએ જે ગતિશીલ ફૂડ-પ્રોસેસિંગ સેક્ટર સર્જવા માટેનું લૉન્ચપૅડ પૂરું પાડે છે. અમારો વિશાળ વપરાશકાર વર્ગ, વધતી આવક અને વેપાર કરવાનું સરળ બનાવવા કટિબદ્ધ સરકારને પગલે ભારત ગ્લોબલ ફૂડ-પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટેનું મથક બની રહ્યું છે.’

પચાસ લાખ રોજગારી

સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના શરૂ કરી છે એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘એનો હેતુ વર્લ્ડ ક્લાસ ફૂડ-પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્જવાનો અને આશરે પાંચ અબજ ડૉલરના મૂડીરોકાણ દ્વારા વીસ લાખ ખેડૂતોને લાભ પહોંચાડવાનો અને પચાસ લાખ રોજગારીનું સર્જન કરવાનો છે. મેગા ફૂડ-પાક્સર્નીખ રચના, ડિલિવરી સુધારવા માટે ડિજિટલ ટેક્નૉલૉજીનો વપરાશ અને પ્રક્રિયા સરળ બનાવવા જેવાં પગલાં મૂડીરોકાણને વેગ આપવા માટે છે. દરેક રાજ્યે ઓછામાં ઓછી એક ફૂડ-પ્રોડક્ટમાં સ્પેશ્યલાઇઝેશન કરવું જોઈએ.’

લણણી બાદની વ્યવસ્થા જેવી કે પ્રાઇમરી પ્રોસેસિંગ અને સ્ટોરેજ, જાળવણી માટેનું માળખું, કોલ્ડચેઇન અને રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટેશનમાં તેમ જ ઑર્ગેનિક અને ફોર્ટિફાઇડ ક્ષેત્રમાં ફૂડ-પ્રોસેસિંગ અને વૅલ્યુ-એડિશનની વિપુલ તક છે.

વધી રહેલા શહેરીકરણ અને મધ્યમ વર્ગને કારણે પ્રોસેસ્ડ ફૂડની ડિમાન્ડ વધતી જ રહે છે. દાખલા તરીકે રોજના દસ લાખથી અધિક પ્રવાસીઓ ટ્રેનમાં જમે છે, તેઓ સૌ ફૂડ-પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના સંભવિત ગ્રાહકો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK