બાર વર્ષ સુધી પેપ્સિકોનું નેતૃત્વ કર્યા બાદ ત્રીજી ઑક્ટોબરે નિવૃત્ત થશે ઇન્દ્રા નૂયી

૨૦૧૯ સુધી ચૅરમૅનપદનો કાર્યભાર સંભાળતાં રહેશે : રેમન લગુઆર્તા બનશે અનુગામી

indra

સતત બાર વર્ષથી અમેરિકાસ્થિત પેપ્સિકો જેવી આંતરરાષ્ટ્રીય કંપનીની ધુરા સંભાળનારાં ભારતીય મૂળનાં ઇન્દ્રા નૂયી આગામી ત્રીજી ઑક્ટોબરે ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકેના પદ પરથી નિવૃત્તિ લેવાનાં છે. તેઓ કંપનીમાં ૨૪ વર્ષથી કામ કરે છે અને ૧૨ વર્ષથી આ હોદ્દા પર છે. ૬૨ વર્ષનાં નૂયીના અનુગામી તરીકે ૫૪ વર્ષના રેમન લગુઆર્તાની કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે સર્વાનુમતે નિમણૂક કરી છે. લગુઆર્તા કાર્યભાર સરળતાથી સંભાળી શકે એ માટે નૂયી ૨૦૧૯ સુધી ચૅરમૅનપદે રહેવાનાં છે.

પેપ્સિકોએ નૂયીના વડપણ હેઠળ જ ઠંડાં પીણાંની કંપનીનું વૈવિધ્યકરણ કરીને અનેક પીણાં તથા પોષક ચીજવસ્તુઓનું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીના ઇતિહાસમાં તેઓ પ્રથમ મહિલા અને અમેરિકાની બહાર જન્મેલાં પ્રથમ વિદેશી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે. કંપનીની પ્રગતિનું ઘણું શ્રેય નૂયીના ફાળે જાય છે. તેમના નેતૃત્વ હેઠળ જ કંપનીની આવક ગયા વર્ષે ૬૩ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી.

છેલ્લાં થોડાં વર્ષોમાં ઠંડાં પીણાંનો વપરાશ ઘટી રહ્યો છે તેથી પેપ્સિકોએ વૈવિધ્યકરણ કર્યું છે. આ સ્થિતિમાં નૂયીએ ચિટોસ અને માઉન્ટન ડ્યુ જેવા પદાર્થોનું ઉત્પાદન શરૂ કરાવ્યું છે.

ઇન્દ્રા નૂયીનું નિવેદન

ઇન્દ્રા નૂયીએ ગઈ કાલે કહ્યું હતું...

પેપ્સિકો કંપનીનું નેતૃત્વ કરવા મળ્યું એ મારા જીવનની ગૌરવપ્રદ બાબત છે. માત્ર શૅરધારકો નહીં, અમે જે સમાજોમાં કામ કરીએ છીએ એના તમામ હિસ્સેદારોના હિતમાં સતત ૧૨ વર્ષમાં જે કામ કરાયું છે એનો મને ગર્વ છે. ભારતમાં ઊછરેલી મારા જેવી વ્યક્તિએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે હું એક દિવસ આ અસાધારણ કંપનીની ધુરા સંભાળીશ. ઉદ્દેશપૂર્ણ કામગીરી કરવાની કંપનીની વિચારધારા અનુસાર વધુ ને વધુ પોષક પદાર્થો બનાવીને સતત સારી કામગીરી કરવામાં આવી છે અને પર્યાવરણની રક્ષા કરવા ઉપરાંત જ્યાં કામકાજ કરીએ ત્યાંના સમુદાયોના ઉત્કર્ષ માટે કામ કરવામાં આવ્યું છે. આ રીતે મેં ક્યારેય વિચાર્યું નહોતું એવી રીતે લોકોનાં જીવન પર વધુ અસરદાર પ્રભાવ કર્યો છે.

હું જે પદ પરથી નિવૃત્ત થવાની છું એ પદ પરથી ઊતરેલી વ્યક્તિ શાંત બેસી શકે નહીં. મહિલાઓના ઉત્કર્ષ માટે, તેમને માર્ગદર્શન અને પીઠબળ આપવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. તેમને ઉચ્ચાભ્યાસ કરાવીને છેવટે ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જેવા હોદ્દા સુધી પહોંચાડવાની જરૂર છે. ખરું પૂછો તો હું પેપ્સિકોમાંથી નીકળીશ પછી મારું કામ શરૂ થશે, કારણ કે આ કંપનીના વડા તરીકે હું જે કામ કરી શકતી નહોતી એ હવે કરી શકીશ.

ઘણા બિઝનેસ-લીડરોને રાજકારણ ગમે છે, પણ બીજા એવા કેટલાક બિઝનેસ-લીડરો હોય છે જેમને રાજકારણમાં ગતાગમ પડે નહીં. હું બીજા પ્રકારના લોકોમાં આવું છું. આથી હું કોઈ પણ સારા કાર્ય માટે પડદા પાછળ રહીને મારી ભૂમિકા ભજવીશ. રાજકારણ મારા માટે નથી.

નૂયી પેપ્સિકો સુધી કેવી રીતે પહોંચ્યાં

ઇન્દ્રા નૂયી ઉચ્ચાભ્યાસ માટે યેલ યુનિવર્સિટીમાં જોડાયાં હતાં અને ત્યાંથી તેઓ ૧૯૯૪માં ન્યુ યૉર્કસ્થિત પેપ્સીમાં પરચેઝ ખાતામાં જોડાયાં હતાં. તેમને કૉર્પોરેટ સ્ટ્રૅટેજીની કામગીરી સોંપવામાં આવી હતી. તેઓ ૨૦૦૬માં ચીફ એક્ઝિક્યુટિવ નિમાયાં હતાં. એ અરસામાં આંગળીના વેઢે ગણાય એટલી જ મહિલાઓ અમેરિકન કંપનીઓનું નેતૃત્વ કરતી હતી. આજે પણ SP ૫૦૦ કંપનીઓની યાદીમાં ૩૦ કરતાં પણ ઓછી મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK