ચીનને ભારતની પછડાટ

ટૉપ રીટેલ ડેસ્ટિનેશનનું સ્થાન આંચકી લીધું : રીટેલ નીતિનાં ધોરણો હળવાં થવાનું પરિણામ

china india

એકમાત્ર રીટેલ ગંતવ્યસ્થાન (ડેસ્ટિનેશન) પર રહેલા ચીનને ભારતે ૨૦૧૭માં હટાવી દીધું છે એમ ઉદ્યોગના નિષ્ણાતોએ ગ્લોબલ રીટેલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સને ટાંકીને  જણાવ્યું  હતું. બે દિવસની ઇન્ડિયા રીટેલ ફોરમ-૨૦૧૭ના અંતિમ દિવસે એ.ટી. કાર્નીના પાર્ટનર સુભેન્દુ રૉયે કહ્યું હતું કે ગ્લોબલરીટેલ  ઇન્ડેક્સ પરના અભ્યાસમાં જણાયું છે કે ભારતે ટોચના રીટેલ ડેસ્ટિનેશન તરીકેનું સ્થાન ચીન પાસેથી આંચકી લીધું છે. આ પરિવર્તન મુખ્યત્વે ચાર પરિબળોના આધારે થયું છે; જેમાં વપરાશકારોના આવશ્યક ચીજવસ્તુઓ સિવાય ઉપરાંતના ખર્ચમાં થયેલા વધારા, મોબાઇલ અને ઇન્ટરનેટનું વધી  રહેલું ચલણ, વિદેશી રોકાણ માટે અનુકૂળ વાતાવરણ, રોકડહીન વ્યવહારો માટે લેવામાં આવેલાં  બહાદુરીભર્યાં પગલાં અને GSTનો અમલ જવાબદાર ગણાય એમ રૉયે કહ્યું હતું.

આના કારણે ગ્લોબલ  બ્રૅન્ડ્સ ભારતમાં પારદર્શિતા અને સરળતા સાથે પ્રવેશી શકી હતી. ઇન્ડિયા રીટેલ રિપોર્ટ-૨૦૧૭ના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૨-૧૫ મહિનામાં ભારતમાં ૧૦૦ ટકા કૅશ ઍન્ડ કૅરી કામગીરીનું મહત્વ વધતું જાય છે અને એમાં છેલ્લે થાઇલૅન્ડની સિઆમ મૅક્રો પ્રવેશી છે. એ પૂર્વે મેટ્રો, વૉલમાર્ટ અને બુકર પ્રવેશી ચૂકી છે. એ ઉપરાંત સ્વીડિશ ફર્નિચર ઉત્પાદક આઇકિયા ૨૦૧૭ના અંત સુધીમાં દેશના પુણે શહેરમાં ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર કે વેરહાઉસ સ્થાપવાનું આયોજન કરી રહી છે. એ ભારતમાં ૨૫ સ્ટોર ખોલવા માટે ૧.૫૬ અમેરિકન ડૉલરનું રોકાણ કરશે. ભારતે રીટેલની નીતિ હળવી બનાવી એટલે વિશ્વની અન્ય મધ્યમ કદની બ્રૅન્ડ્સ પણ ભારતમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે રીટેલ બ્રૅન્ડ્સ જેવી કે કોરેસ, મિગાટો, ઇવિસુ, વૉલસ્ટ્રીટ ઇંગ્લિશ, પાસ્તા મેનિયા, લશ ઍડિક્શન, મેલ્ટિંગ પૉટ, યોગર્ટ લૅબ અને મોના લિસા જેવી ઘણી બ્રૅન્ડ્સ આશરે ૨૫૦૦-૩૦૦૦ સ્ર્ટોસ ખોલવા ૩૦થી ૫૦ કરોડ અમેરિકન ડૉલરનું રોકાણ કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK