નોટબંધી અને GSTનાં ઓપેકે પણ કર્યાં વખાણ

ઓપેકના મહામંત્રી મોહમ્મદ બારકિંડોએ ગઈ કાલે મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે ભારતમાં નોટબંધી અને GST જેવાં હિંમતપૂર્વક ભરાયેલાં સુધારાનાં પગલાંને લીધે દેશમાં મોટા માળખાકીય ફેરફાર થઈ શક્યા છે અને એને લીધે દેશ લાંબા ગાળાનો વિકાસ કરવાની સ્થિતિમાં આવી ગયો છે.

GST

નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતાં બારકિંડોએ કહ્યું હતું કે ‘દેશનો મધ્યમ વર્ગ વધી રહ્યો છે જે માગમાં વધારો થવાનું સૂચક છે. આ માગ ફક્ત ઊર્જા‍ માટેની નહીં, પણ ચીજવસ્તુઓ અને સર્વિસિસ માટેની હશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ દેશ પ્રગતિના પંથે સજ્જડપણે આગળ વધી રહ્યો છે. ખાસ કરીને ઊર્જા‍ની બાબતે આ વાત લાગુ પડે છે. પરિવહન ક્ષેત્રે થયેલી વૃદ્ધિ, અનેક ચીજવસ્તુઓ તથા સર્વિસિસની નિકાસમાં થયેલો વધારો તથા વૈશ્વિક ખ્યાતિ પામેલું ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્ર, મજબૂત સર્વિસિસ ક્ષેત્ર તથા મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર એ બધાં પરિબળોને લીધે ભારતમાં આર્થિક પરિવર્તન થયું છે.’

હરિયાણામાં GSTનો લાભ અંતિમ ગ્રાહક સુધી ન પહોંચાડ્યાની ૪૩ ફરિયાદ

હરિયાણા સરકારને ડીલર્સ દ્વારા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નો લાભ અંતિમ ગ્રાહક સુધી ન પહોંચાડવાની ૪૩ ફરિયાદ મળી છે. રાજ્યના નાણાપ્રધાને આ માહિતી આપતાં સાથે એમ પણ કહ્યું હતું કે એ ફરિયાદોની સઘન તપાસ કરવામાં આવશે. કુલ ૮૯ સામગ્રીઓ એવી છે જેના પર GSTના અમલ પછી ટૅક્સનો બોજો ઓછો થયો છે. આ ઉપરાંત ૧૪૯ ચીજવસ્તુઓ એવી છે જેના પરથી સંપૂર્ણ ટૅક્સ હટાવી દેવામાં આવ્યો છે અને માત્ર ૧૭ ટકા સામગ્રી પર જ સર્વોચ્ચ ૨૮ ટકા ટૅક્સ લાગુ કરવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK