અમેરિકાના એનર્જી‍ સેક્ટર માટે ભારત વિરાટ બજાર છે : અમેરિકી ઊર્જા‍પ્રધાન

ભારત અમેરિકાના ઊર્જા‍ક્ષેત્ર માટે ભરપૂર તક ધરાવે છે, કારણ કે એ ક્લીન કોલ ટેક્નૉલૉજી સહિતની અમેરિકી એનર્જી‍ પ્રોડક્ટ્સ માટેની વિરાટ બજાર છે એમ અમેરિકન ઊર્જા‍પ્રધાન રિક પેરીએ તાજેતરમાં પત્રકારોને કહ્યું હતું.

rick perry

પેરીએ આ વર્ષના એપ્રિલમાં ટ્રમ્પ સરકારના પ્રતિનિધિમંડળના ભાગરૂપે ભારતની મુલાકાત લીધી હતી અને એ સમયે કહ્યું હતું કે અમે ભારત સાથે ક્લીન કોલ અને કાર્બન કૅપ્ચરના વપરાશ બાબતે બહુઉપયોગી વાતચીત કરી હતી.

અમેરિકા-ભારતે એપ્રિલમાં સ્ટ્રૅટેજિક એનર્જી‍ પાર્ટનરશિપ વિશેની પહેલી મીટિંગ એપ્રિલમાં યોજી હતી અને ઑઇલ, ગૅસ, પાવર, રિન્યુએબલ એનર્જી‍ અને કોલ સેક્ટરમાં સહકાર વધારવાનું નક્કી કર્યું હતું.

છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં અમેરિકન ક્રૂડ ઑઇલની આયાત ત્રણ લાખ બૅરલ્સથી વધીને ૮૦ લાખ બૅરલ્સ થઈ છે અને ભારત ક્લીન કોલ ટેક્નૉલૉજી સહિત અમેરિકી એનર્જી‍ પ્રોડક્ટ્સ માટેની વિરાટ બજાર છે.

ન્યુક્લિયર પાવર બાબતે અમેરિકા સાથે ભાગીદારી કરવાના ભારતના પ્રયત્નોની સરાહના સાથે તેમણે કહ્યું હતું કે અમેરિકાને ન્યુક્લિયર પાવર પેદા કરવા માટે લેટેસ્ટ ટેક્નૉલૉજી અને કાર્યક્ષમ પદ્ધતિ જોઈએ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK