બૅન્ક-અધિકારીઓના રક્ષણની કાળજી લેવામાં આવશે : અરુણ જેટલી

બૅન્ક-અધિકારીઓના રક્ષણ માટે પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટમાં સુધારા કરવા જરૂરી છે એવું નિવેદન નાણાપ્રધાન અરુણ જેટલીએ કર્યું છે.

arun

તેમણે કહ્યું હતું કે ‘કોઈ બૅન્કકૌભાંડ થાય ત્યારે તપાસએજન્સીઓ સામાન્ય રીતે બૅન્ક-અધિકારીઓને ટાર્ગેટ કરે છે. એમાં સાચા અધિકારીઓ જેમણે બોનાફાઇડ નિર્ણય લીધા હોય તેઓ પણ ફસાઈ જાય છે અને ભોગ બને છે. આવા અધિકારીઓના બિનજરૂરી ભયને દૂર કરવા માટે ઍક્ટમાં સુધારા કરવા જોઈશે. અન્યથા અધિકારીઓ બિઝનેસ-નિર્ણય લેતાં ખચકાય છે.’

બૅન્કોની બૅડ લોન્સના ઉપાય માટે ૮૦૦થી ૯૦૦ અબજ રૂપિયા જોઈશે


સરકાર સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોનો સંપર્ક કરવા લાગી : બૅન્કો પોતે પણ ફાળો આપશે

બૅન્કોની પાંચ અબજ રૂપિયા ઉપરની સ્ટ્રેસ્ડ લોનના ઉપાય માટે ૮૦૦થી ૯૦૦ અબજ રૂપિયાનું સ્થાનિક અને ઇન્ટરનૅશનલ ભંડોળ જોઈશે એવો અભિપ્રાય બૅડ લોન્સના ઉપાય માટે ભલામણો કરવા નિમાયેલી સમિતિના હેડ અને પંજાબ નૅશનલ બૅન્કના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન સુનીલ મહેતાએ વ્યક્ત કર્યો હતો.

કુલ ૩૧ લાખ કરોડ રૂપિયા જેટલી સ્ટ્રેસ્ડ લોન્સના ઉપાય માટે આગામી સમયમાં આટલી રકમ જરૂરી બનશે, જે આંતરિક સાધનો કે માર્ગ ઉપરાંત ઇન્ટરનૅશનલ ઇન્વેસ્ટરો પાસેથી મેળવવી પડશે. આ પૅનલે ઘણા વૈશ્વિક ઇન્વેસ્ટરો સાથે વાતચીત કરી છે જેમણે આ વિષયમાં રસ બતાવ્યો છે. સરકાર ઍસેટ મૅનેજમેન્ટ કંપની (AMC) સ્થાપવાનો વિચાર ધરાવે છે, જેને મૂળ કૅપિટલ તરીકે ૨૦૦ અબજ રૂપિયા જોઈશે. અમુક બૅન્કો આ માટે ફાળો આપવા તૈયાર છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧૦૦ અબજ રૂપિયા રોકવા તૈયાર છે. આ સાથે ઑલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ્સ પાસેથી પૈસા ઊભા કરવાની તૈયારી પણ થઈ રહી છે. આ સમિતિ ખ્પ્ઘ્ને કોણ લીડ કરશે એ વ્યક્તિની શોધ પણ કરવા લાગી છે. એ પછી એના બોર્ડ સભ્યો પણ નક્કી થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK