સૌથી વધુ ઝડપે પ્રગતિ કરવાનો ભારતનો ટ્રેન્ડ કેટલાંક વર્ષો સુધી ચાલુ રહેશે : અરુણ જેટલી

આ ટ્રેન્ડ આવતાં કેટલાંક વર્ષો સુધી ચાલુ રહેશે એમ કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે.

jaitley

ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વૉર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર ૭.૭ ટકા રહ્યો એના પરથી ચોક્કસપણે કહી શકાય કે ભારત વિશ્વમાં સૌથી વધુ ઝડપે પ્રગતિ કરી રહેલું અર્થતંત્ર છે.

સરકારની ટીકા કરનારાઓને જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ‘દેશની કુલ રાષ્ટ્રીય પેદાશમાં નોટબંધી અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સને લીધે બે ટકાનો ઘટાડો આવ્યો નથી. મારા પુરોગામીને ડર છે કે તેમણે ભવિષ્યમાં ગરીબી જોવી પડશે, પરંતુ હકીકત એ છે કે અમે દરેક ભારતીયને વિશ્વના સૌથી વધુ ઝડપે પ્રગતિ કરી રહેલા અર્થતંત્રનો હિસ્સો બનાવ્યો છે. અગાઉ ક્યારેય લાગ્યું નહોતું, પણ હવે ભવિષ્ય ઘણું ઉજ્જ્વળ દેખાઈ રહ્યું છે. આ ટ્રેન્ડ આગામી થોડાં વર્ષો સુધી ચાલુ રહેશે.

નોંધનીય છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે કુલ રાષ્ટ્રીય પેદાશમાં બે ટકાનો ઘટાડો આવશે અને ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ કહ્યું હતું કે મોદી સરકારની નીતિઓને લીધે લોકો ગરીબ બનશે.

અન્ય ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ઈંધણના ભાવમાં પ્રતિ લીટર ૨૫ રૂપિયાનો ઘટાડો કરવાનું સૂચન કર્યું એ બાબતે જેટલીએ કહ્યું હતું કે ‘ચિદમ્બરમે પોતે ક્યારેય એવું કર્યું નહોતું. તેમનું સૂચન છટકા જેવું છે. એને કારણે ભારત દેવાંના ડુંગર હેઠળ દબાઈ જશે.’

પ્રામાણિકતાપૂર્વક કરવેરા ભરો

અરુણ જેટલીએ વધુમાં કહ્યું હતું કે ‘નાગરિકોએ પ્રામાણિકપણે કરવેરા ભરવા, જેથી મહેસૂલી આવક માટે ક્રૂડ પર આધાર રાખવાનું ઘટી શકે. પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની કોઈ શક્યતા નથી. આ પગલાનું અવળું પરિણામ આવી શકે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK