ICAIએ PNB તથા ગીતાંજલિ જેમ્સના ઑડિટરોને મોકલી નોટિસ

છેતરપિંડી વિશેની માહિતી મેળવવા માટે બૅન્કના ડેપ્યુટી મૅનેજરને બોલાવ્યા છે.

ઝળ

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની દેશની સર્વોચ્ચ સંસ્થા ICAI (ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા)એ ૧૧,૪૦૦ કરોડ રૂપિયાના PNB કૌભાંડ સંબંધે પંજાબ નૅશનલ બૅન્ક (PNB) તથા ગીતાંજલિ જેમ્સના ઑડિટરોને કારણદર્શક નોટિસ મોકલી છે. આ ઉપરાંત એણે છેતરપિંડી વિશેની માહિતી મેળવવા માટે બૅન્કના ડેપ્યુટી મૅનેજરને બોલાવ્યા છે.

જે કંપનીઓએ સરકારી બૅન્કોની ૨૦૦૦ કરોડ અને એનાથી વધુ રકમની લોન ચૂકવી ન હોય એમની યાદી આ સંસ્થાએ રિઝર્વ બૅન્ક પાસે માગી છે. ઇન્સ્ટિટ્યૂટનું ફાઇનૅન્શિયલ રિપોર્ટિંગ રિવ્યુ બોર્ડ એ યાદીની ચકાસણી કરશે. કંપનીઓએ અકાઉન્ટિંગનાં તથા ઑડિટિંગનાં ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં એ બાબત ચકાસવામાં આવશે.

ICAIએ PNBના તમામ સેન્ટ્રલ સ્ટેચ્યુટરી ઑડિટરોને તથા ગીતાંજલિના ઑડિટરને કારણદર્શક નોટિસ મોકલી છે એમ સંસ્થાના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

બૅન્કના ડેપ્યુટી જનરલ મૅનેજરને ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ, છેતરપિંડીને લગતા તમામ દસ્તાવેજો, કૌભાંડ કરવાની રીત વગેરે વિગતો સાથે બોલાવવામાં આવ્યા છે.

સંસ્થાએ કૉર્પોરેટ અર્ફેસ મંત્રાલયને પત્ર લખીને કેસમાં થયેલી તપાસની વિગતો સેબી, CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ અને PNB પાસેથી મગાવવાનું કહ્યું છે. એણે સિસ્ટમમાં રહેલી ખામીઓનો અભ્યાસ કરવા માટે ઉચ્ચ સ્તરીય જૂથની રચના પણ કરી છે. આ જૂથની પહેલી બેઠક આજે ૨૪ મળવાની છે.

પંજાબ નૅશનલ બૅન્કે કૌભાંડની તપાસ માટે પ્રાઇસવૉટરહાઉસકૂપર્સની નિમણૂક કરી

પંજાબ નૅશનલ બૅન્કે જ્વેલર્સ નીરવ મોદી, મેહુલ ચોકસી અને તેમની કંપનીઓના કથિત ૧૧૩૦૦ કરોડ રૂપિયાના કૌભાંડપ્રકરણમાં વધુ તપાસ અને પુરાવા એકઠા કરવાના આશયથી  જગવિખ્યાત  કન્સલ્ટન્સી અને અકાઉન્ટિંગ ફર્મ પ્રાઇસવૉટરહાઉસકૂપર્સ (PwC)ની નિમણૂક કરી હોવાનું જણાવા મળે છે. PwC આ બિઝનેસમૅન નીરવ મોદી અને મેહુલ ચોકસીએ કઈ રીતે લેટર ઑફ અન્ડરટેકિંગનો ગેરઉપયોગ કર્યો એની ચકાસણી કરશે.

બૅન્ક નીરવ મોદીને કઈ રીતે વિલફુલ ડિફૉલ્ટર જાહેર કરી શકાય એ માટેના દસ્તાવેજી  પુરાવા એકઠા કરશે તેમ જ મોદી અને ચોકસીએ આ બૅન્કના રૂપિયા ક્યાં અને કઈ રીતે વાપર્યા છે એની પણ ચકાસણી કરશે. કંપનીઓની ઍસેટ્સ ક્યાં કેટલી છે તેમ જ એને કઈ રીતે અટૅચ કરી શકાય એ વિશે અભ્યાસ પણ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK