PMO તરફથી ૮૦ પેની સ્ટૉક્સની યાદી મોકલાઈ

શૅરબજારના પેની સ્ટૉક્સ પર સેબી અને આવકવેરા ખાતાની બારીક નજર

tax

શૅરબજારના પેની સ્ટૉક્સ પર હવે પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ (PMO)ની નજર પણ આકરી થઈ છે. આ ઑફિસ તરફથી ૮૦ પેની સ્ટૉક્સની યાદી સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) અને સેબીને પહોંચી છે, જેના પર આવકવેરા વિભાગ અને સેબી કામ કરી રહ્યાં છે. આવકવેરા વિભાગ આ કેસમાં કરચોરી ચકાસી રહ્યું છે અને સેબી આવી કંપનીઓ માટેનાં ધોરણો પર અભ્યાસ કરી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આવી કંપનીઓ સામે બે દૃષ્ટિએ તપાસ ચાલી રહી છે જેમાં પ્રાઇસ મેનિપ્યુલેશન બાબતે સેબી ઊંડું ઊતરી રહ્યું છે, જ્યારે આ કંપનીઓ દ્વારા સંભવત: થતી કરચોરી વિશે આવકવેરા વિભાગ વિગતો ચકાસી રહ્યો છે જેમાંથી મહારાષ્ટ્રની ૧૮ કંપનીઓ તો આવકવેરા વિભાગની તપાસ હેઠળ આવી ગઈ છે, જ્યારે કેટલીક કંપનીઓ ઑલરેડી તપાસ હેઠળ હતી. પેની સ્ટૉક્સ બાબતે સેબી એના પરના સર્વેલન્સને વધુ ટાઇટ કરવાનું વિચારે છે. સેબી આ વિષયમાં નાણાખાતાને એવું સૂચન કરવા માગે છે કે ૧૦ કરોડથી ઓછું માર્કેટકૅપ ધરાવનાર કંપનીઓ-પેની સ્ટૉક્સને ગ્રેડેડ સર્વેલન્સ મેકૅનિઝમ હેઠળ મૂકવા જોઈએ અને એના સોદામાં લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સનો લાભ પાછો ખેંચી લેવો જોઈએ.

૧૦ કરોડ રૂપિયાથી ઓછું માર્કેટકૅપ ધરાવતી સંખ્યાબંધ સ્ક્રિપ્સ બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર છે. આવા સ્ટૉક્સ સામે આગામી સમયમાં એક યા બીજાં નિયમનકારી કદમ આવશે એમ જાણવા મળે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK