સરકારે જાહેર ક્ષેત્રની બૅન્કોને મૂડી આપી તો ખાનગી બૅન્કોનાં મૂડીરોકાણો પણ વધ્યાં

ડિસેમ્બર ૨૦૧૭માં બૅન્કિંગ ક્ષેત્રમાં યર ટુ યર ધોરણે બે આંકડાની વૃદ્ધિ થઈ છે એમ ફાઇનૅન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવકુમારે કહ્યું હતું.

jaitley

પબ્લિક સેક્ટરની બૅન્કોને પુન: મૂડી પૂરી પાડવાના નિર્ણય પૂર્વે બૅન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિદર ઑક્ટોબર ૨૦૧૭ના યર ટુ યર ધોરણના ૭.૨ ટકાથી વધીને ડિસેમ્બર ૨૦૧૭માં ૧૦.૭ ટકા થયો છે એમ કુમારે ટ્વીટ કર્યું હતું. ખાસ કરીને સર્વિસિસ અને રીટેલની વૃદ્ધિને પગલે વૃદ્ધિદર વધ્યો હતો.

ગયા સપ્તાહના પ્રારંભમાં સંસદે બૅન્કોની બૅલૅન્સશીટ સુધારવા અને એમની ધિરાણશક્તિમાં વધારો કરવા ૮૦,૦૦૦ રીકૅપિટલ બૉન્ડ્સ PSB બૅન્ક્સને ઇશ્યુ કરવાની મંજૂરી આપી હતી. એ ઉપરાંત નાણામંત્રાલયે જાહેર ક્ષેત્રની ૬ નબળી બૅન્કોને તેમના મૂડીપર્યાપ્તિ રેશિયોમાં વૃદ્ધિ કરવા ૭૫૭૭ કરોડ રૂપિયાની મૂડી પૂરી પાડવાની દરખાસ્ત મંજૂર કરી હતી.

આ બધી બૅન્કો જેમને મૂડીનો ટેકો પૂરો પાડવામાં આવશે તેઓ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પ્રોમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન હેઠળ છે. આ ભંડોળ સરકારના ઇન્દ્રધનુષ યોજનાના ભંડોળમાંથી આવશે જેમાં સરકારે માર્ચ ૨૦૧૯ સુધીમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાથી અધિક રકમ પૂરી પાડવાની ખાતરી આપી છે.

માળખાકીય સુધારાનાં સારાં પરિણામ દેખાવાની શરૂઆત થઈ છે : નાણાપ્રધાન


ભારત સંખ્યાબંધ માળખાકીય સુધારા હાથ ધરનારું એકમાત્ર અર્થતંત્ર છે અને એને કારણે કામચલાઉ અંતરાયો ઊભા થઈ શકે છે, પરંતુ એની સારી અસરના સંકેત પ્રાપ્ત થવા માંડ્યા છે એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું. વિશ્વ અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવા છતાં ભારત વાજબી દરે વધી રહ્યું છે. આપણે વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાંથી એક છીએ અને સતત છેલ્લાં ત્રણ વર્ષથી વિશ્વનું સૌથી ઝડપથી વધી રહેલું અર્થતંત્ર છીએ એમ તેમણે યુકો બૅન્કના પ્લૅટિનમ જ્યુબિલી યરની ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું. 

અરુણ જેટલી દેખીતી રીતે જ ૨૦૧૬ની ૮ નવેમ્બરે જાહેર કરાયેલી નોટબંધી અને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના ૨૦૧૭ની ૧ જુલાઈથી શરૂ કરાયેલા અમલ જેવા માળખાકીય ફેરફારોનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK