HDFC બૅન્કે RTGS અને NEFT ટ્રાન્ઝૅક્શન્સ માટેની ફી નાબૂદ કરી

પ્રાઇવેટ ક્ષેત્રની HDFC બૅન્કે ડિજિટલ અર્થતંત્રને ઉત્તેજન આપવા રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) અને નૅશનલ ઇલેક્ટ્રૉનિક ફન્ડ્સ ટ્રાન્સફર (NEFT) દ્વારા કરવામાં આવતા વ્યવહારોને નિ:શુલ્ક બનાવ્યા છે. બીજા તરફ અનિયંત્રિત સેવિંગ્સ અને સૅલેરી ખાતાં માટેના ચેક સંબંધિત વ્યવહારો અને અતિરિક્ત બ્લૅન્ક ચેક્સ માટેના ચાર્જિસ વધારી દેવામાં આવ્યા છે.

hdfc bank


સેવિંગ્સ અને સૅલેરી અકાઉન્ટ્સના ચાર્જિસના સુધારેલા માળખા પ્રમાણે ગ્રાહકોએ પહેલી નવેમ્બરથી RTGS અને NEFT દ્વારા કરાતા વ્યવહારો પર ચાર્જિસ ચૂકવવા નહીં પડે.

અગાઉ ગ્રાહકોએ RTGS દ્વારા બેથી પાંચ લાખ રૂપિયા ઑનલાઇન મોકલવા માટે પચીસ રૂપિયા અને એ પછી પ્રત્યેક પાંચ લાખના ટ્રાન્સફર પર પચાસ રૂપિયાની ફી ચૂકવવાની રહેતી હતી. ૧૦,૦૦૦ રૂપિયા સુધીના NEFT ટ્રાન્ઝૅક્શન માટે ૨.૫૦ રૂપિયા, એક લાખ સુધીની રકમ માટે પાંચ રૂપિયા અને એક લાખ રૂપિયાથી બે લાખ સુધીની રકમ માટેની ફી ૧૫ રૂપિયા ફી લેવામાં આવતી હતી. બે લાખથી અધિકની રકમના NEFT માટેની ફી પચીસ રૂપિયા હતી.

જોકે બ્રાન્ચમાં જઈને NEFT કે RTGS કરવામાં આવશે તો એના પર ફી ચૂકવવી પડશે એમ HDFC બૅન્કે એના ગ્રાહકોને આપેલી નોટિસમાં જણાવ્યું છે.

ચેકબુક સંબંધે બૅન્કે કહ્યું છે કે ગ્રાહકોને વર્ષમાં એક વાર પચીસ ચેકની બુક નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. જોકે વધારાની પ્રત્યેક પચીસ પાનાંની ચેકબુક માટેનો ચાર્જ ૭૫ રૂપિયા જાળવી રાખવામાં આવ્યો છે. અપૂરતા ભંડોળને કારણે ચેક પાછો ફરશે તો ૫૦૦ રૂપિયાની પેનલ્ટી લાગશે.

અગાઉ ત્રિમાસિક ગાળામાં પ્રથમ વાર ચેક બાઉન્સ થાય તો ૩૫૦ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો અને એવો બીજો બનાવ બને તો ૭૫૦ રૂપિયાનો દંડ કરવામાં આવતો હતો.

ખાતામાં જમા કરાયેલો ચેક રિટર્ન થાય તો એનો ચાર્જ ૧૦૦થી વધારીને ૨૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે.

ચેકબુક અને ચેક રિટર્ન ચાર્જિસ

નૉન-મૅનેજ્ડ રેસિડન્ટ સેવિંગ્સ અને સૅલેરી અકાઉન્ટને લાગુ પડે છે જે પહેલી ડિસેમ્બરથી અમલી બનશે એમ બૅન્કે નોટિસમાં જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK