GSTના અમલનો પ્રારંભિક તબક્કો અપેક્ષાથી અધિક સરળ રહ્યો છે : અરુણ જેટલી

નવા કરમાળખા GSTનો અમલ પ્રારંભિક તબક્કે ધારણા કરતાં અધિક સરળ રહ્યો એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે કહ્યું હતું.

FM

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ઉચ્ચ સ્તરે નિર્ણય લેવાની યંત્રણાનું વાજબી રીતે સંસ્થાકીયકરણ થયું છે અને દિવસેદિવસની કામગીરી માટેનું જે મેકૅનિઝમ વિકસાવવામાં આવ્યું છે એ મજબૂત છે એમ તેમણે કહ્યું હતું. ઇન્ડિયન બૅન્ક્સ અસોસિએશનની ૭૦મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે આ નેટવર્કમાં ધીમે-ધીમે સંખ્યાબંધ લોકો આપોઆપ જોડાતા જશે.

શેની અસર થઈ?

એપ્રિલથી જૂનના ગાળામાં ભારતનો GDP વૃદ્ધિદર ૫.૭ ટકા રહ્યો હતો, જે મોદી સરકારના ત્રણ વર્ષના ગાળામાં સૌથી નીચો રહ્યો છે. GST લૉન્ચ કરવામાં આવ્યો એ પૂર્વે મૅન્યુફૅક્ચરિંગ ઘટ્યું હતું અને નોટબંધીની અસર થઈ હતી.

અગાઉ જેટલીએ નીચા GDP માટે GST પૂર્વે માલ ખતમ કરવા થંભાવવામાં આવેલા ઉત્પાદનને કારણભૂત ગણ્યું હતું અને એવી આશા વ્યક્ત કરી હતી કે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રમાં ઘટાડાનો દોર પૂરો થયો હોવાથી અર્થતંત્ર સાત ટકાના દરે વધશે. નોટબંધી વિશે જેટલીએ કહ્યું કે એ ભારતીય સમાજ કે જે મોટા ભાગે રોકડ પર નિર્ભર છે એની બચત અને ખર્ચની તરાહ બદલવા માટેનો સભાનપણે કરવામાં આવેલો એક પ્રયત્ન હતો.

ઘણું કામ થયું છે


દેશમાં ઘણુંબધું બન્યું છે અને એક વર્ષમાં દેશના અર્થતંત્રની જીવાદોરી સમાન બૅન્કિંગ સિસ્ટમ માટેની ઘણીબધી ચિંતા પ્રવર્તે છે એમ જણાવતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘નાણાકીય સર્વિસિસ બધા વર્ગોને ઉપલબ્ધ કરવા માટેનો અને નોટબંધીને સફળતાપૂર્વક હાથ ધરવાનો યશ બૅન્કિંગ ક્ષેત્રને જાય છે ત્યારે એ નોંધવું જોઈએ કે બૅન્કિંગ ક્ષેત્રની મુખ્ય ચિંતા એની અસ્કામતો પર પ્રવર્તતા દબાણની છે. બૅન્કોની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ સંબંધિત સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવાની અને બૅન્કિંગ સિસ્ટમ્સને મજબૂત કરવાની કામગીરી ઝડપી બનાવવામાં આવશે.’

ખાનગી રોકાણની વૃદ્ધિનું અને બૅન્કિંગ ક્ષેત્રને મજબૂત કરવાનું કામ ભારત સામેના મોટા પડકારો છે : નાણાપ્રધાન

સરકાર વૃદ્ધિદર વધારવા માટેના રસ્તા શોધી રહી છે ત્યારે નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ખાનગી રોકાણ પુન: વધારવું અને બૅન્કિંગ ક્ષેત્રને મજબૂત કરવું એ સૌથી મોટા પડકારો છે.

જેટલીએ મુંબઈમાં ઇન્ડિયન બૅન્ક્સ અસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં કહ્યું હતું કે ‘ભારતીય અર્થતંત્રમાં આંતરિક શક્તિ છે અને ઉદ્યમ કરવાનું ધ્યેય છે. સરકાર પણ સુધારા કરવાનો ઇરાદો ધરાવે છે. અત્યારે વૈશ્વિક સ્તરે સ્થિતિ સુધરી રહી છે અને એવા વખતે ભારત સામે ઉક્ત બે પડકારો છે.’

છેલ્લા છ ક્વૉર્ટરમાં ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર ઘટતો ગયો છે અને ગત એપ્રિલ-જૂનના ગાળામાં એ ૫.૭ ટકા થઈ ગયો છે. સરકાર અર્થતંત્રમાં ઉત્સાહ વધે એ માટે પૅકેજ આપવાનું વિચારી રહી છે. કેટલાક લોકોએ આ પૅકેજ ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું હશે એવો અંદાજ આપ્યો છે.

GST રીફન્ડ વિશે નિકાસકારોની સમસ્યા ઉકેલી આપવા નાણામંત્રાલયનો આદેશ

કમિટી મૅન્યુઅલ પદ્ધતિનો અમલ કરાવવાનું પણ વિચારશે

GSTના રીફન્ડના મામલે નિકાસકારોએ જે સમસ્યાનો સામનો કરવો પડે છે એ રીફન્ડની સમસ્યાના ઉપાય માટે GST કાઉન્સિલે રચેલી એક્સપોર્ટ  સંબંધી કમિટી એના ઉપાયનો માર્ગ વિચારી રહી છે અને જરૂર પડશે તો આ વિધિને મૅન્યુઅલ માર્ગે પણ પતાવવાનું વિચારાઈ રહ્યું છે એવું નિવેદન નાણામંત્રાલયે કર્યું હતું. નાણાખાતાએ કેન્દ્ર અને રાજ્યોને નિકાસકારોના પ્રી-GST એક્સાઇઝ અને વૅટ રીફન્ડ માટે પણ વહેલી તકે ઉકેલ લાવવાનું કહ્યું છે જેથી નિકાસકારોને એટલી રાહત થાય.

GST રીફન્ડના મામલે નાણામંત્રાલય કહે છે કે ‘કમિટી એ GSTR-૧ને GSTR-૩B ફૉર્મ સાથે લિન્ક કરીને એનો ઉપાય કરવાનું વિચારે છે. GSTR-૩B ઇનિશ્યલ સિમ્પ્લીફાઇડ ફૉર્મ છે, જ્યારે GSTR-૧ ફૉર્મ ફાઇનલ સેલ્સની વિગતોનું ફૉર્મ છે, જેથી સરકાર નિકાસકારોને આ રિટર્ન વહેલી તકે ફાઇલ કરવાનું કહે છે. જો એમ થાય તો રીફન્ડ વહેલાસર ક્લિયર કરી શકાશે. એમ છતાં કાઉન્સિલ રચિત કમિટી અન્ય ઉપાય પણ વિચારે છે જેમાં મૅન્યુઅલ પદ્ધતિથી પણ રીફન્ડ આપવાનું વિચારાઈ રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK