આજે GST કાઉન્સિલની મીટિંગ : ૨૮ ટકાના સ્લૅબમાં આવતી વસ્તુઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના

GST કાઉન્સિલ ૨૮ ટકાના સ્લૅબમાં આવતી વસ્તુઓની યાદીમાં ઘટાડો કરવા વિશે આજની એની મીટિંગમાં નિર્ણય લે એવી સંભાવના છે.

GST

એ ઉપરાંત રોજિંદા વપરાશની કેટલીક વસ્તુઓ, પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ તથા હાથબનાવટનાં ફર્નિચર માટેનો GSTનો કરવેરો ઘટાડે એવી પણ શક્યતા છે.

નાણાપ્રધાન અરુણ જેટલીના વડપણ હેઠળની આ કાઉન્સિલ GSTના ચાર મહિનાના અમલના અનુભવના આધારે કરવેરાના દરના માળખામાં અનેક ફેરફાર કરવા વિશે આ બેઠકમાં વિચાર કરશે.

કાઉન્સિલની આ ૨૩મી મીટિંગ ગુવાહાટીમાં મળવાની છે. GSTનાં રિટર્ન્સ ફાઇલ કરવાના સમયપત્રક બાબતે પણ સમીક્ષા કરીને એને કરદાતાઓ માટે વધુ સાનુકૂળ બનાવાય એવી શક્યતા છે. દર મહિને ત્રણ રિટર્ન્સ ભરવાનું ઘણું આકરું હોવાથી એ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવશે એમ જણાય છે.

નવી કરવેરા-વ્યવસ્થામાં ઇન્વૉઇસનું મૅચિંગ દર મહિને કરાવવું કે પછી દર ત્રણ મહિને કરાવવું એ બાબતે વિચારણા કરવામાં આવશે. આસામના નાણાપ્રધાન હિમંત બિસ્વા સર્માના વડપણ હેઠળના પ્રધાનોના સમૂહે ક્વૉર્ટરલી રિટર્ન્સની ભલામણ કરી છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ શૅમ્પૂ જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ માટેનો દર ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવે એવી શક્યતા છે. એ ઉપરાંત કમ્પોઝિશન સ્કીમને વધુ આકર્ષક બનાવવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK