ઢગલાબંધ ચીજવસ્તુઓ પરના GSTના દર ઘટાડવા માટે કાઉન્સિલને વિનંતી મળી રહી છે

દેશમાં ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) લાગુ થયાને હજી દોઢ મહિનો પૂરો થયો નથી ત્યાં GST કાઉન્સિલને અનેક કૉમોડિટી પરના કરવેરાના દરમાં ફેરફાર કરવાની ઢગલાબંધ વિનંતીઓ મળી છે.

GST

સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર GST માટેના નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા GST કાઉન્સિલને એકંદરે ૧૩૩ પ્રોડક્ટ્સ પરના દરમાં ફેરફાર કરવા માટે વિનંતી કરવામાં આવી છે.

GST કાઉન્સિલે ૧૨૦૦ કરતાં વધુ પ્રોડક્ટ્સ માટે GSTના ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના ચાર તબક્કાના દર નક્કી કર્યા છે.

કાઉન્સિલને મળેલી વિનંતી મુજબ કુશળ કર્મચારીઓની ભરતી કરવાની વિપુલ સંભાવના ધરાવતા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) ઉદ્યોગે IT પ્રોડક્ટ્સ માટેનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવાનો અનુરોધ કર્યો છે. IT હાર્ડવેર માટે ૨૮ને બદલે ૧૮ ટકાનો દર રાખવાનું સૂચવવામાં આવ્યું છે.

હેલ્મેટ પર ૧૮થી ઘટાડીને પાંચ ટકા, ટેક્સટાઇલ્સ પર પાંચથી ઘટાડીને ઝીરો, ટ્રૅક્ટર પર ૧૨થી ઘટાડીને પાંચ ટકા તથા ગ્રેનાઇટ સ્લૅબ પર ૨૮થી ઘટાડીને ૧૮ ટકાનો દર રાખવાની વિનંતી કરવામાં આવી છે.

કાઉન્સિલને કહેવાયું છે કે એણે નમકીન, ભુજિયા અને બટાટાની ચિપ્સ પરનો GSTનો દર ૧૨ને બદલે પાંચ ટકા કરી નાખવો જોઈએ.

મીઠાઈ, કુલ્ફી, લીલી ખજૂર, ઇસબગોલ, સિંગની ચિક્કી, મૅકરોની, પાસ્તા, નૂડલ્સ, હેરપિન, LPG સ્ટવ, છત્રી, લેખનસામગ્રી જેવી અનેક વસ્તુઓ પરના દર વધારે લાગી રહ્યા હોવાથી સંબંધિતોએ એમાં ઘટાડો કરવાનો અનુરોધ કર્યો છે.

હાઇબ્રિડ કાર પરની સેસ હાલના ૧૫ ટકાથી ઘટાડીને ૩ ટકા કરવાની માગણી પણ ઊઠી છે. એના સમર્થનમાં કહેવાયું છે કે આ કાર પર્યાવરણ-અનુકૂળ હોવાથી એને પ્રોત્સાહન આપવા કરવેરો ઘટાડવો જોઈએ.

કરવેરો ઘટાડવા માટેની વિનંતી સૅનિટરી પૅડ, ફર્નિચર, ખેતીમાં વપરાતાં ઓજારો માટે પણ મળી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy