GSTના અમલથી રીટેલ કંપનીઓને આગામી ત્રણ વર્ષમાં પાંચ ટકાનો લાભ થશે

રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાનો મત

GST

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટેક્સ (GST)ના અમલને પગલે રીટેલર્સને આગામી ત્રણ વર્ષમાં પાંચ ટકાનો લાભ થશે એમ રિટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરે જણાવ્યું હતું. સિંગલ વિન્ડો ટૅક્સને પગલે વેચાણ વધારવાની ક્ષમતામાં ઉમેરો થશે. એ ઉપરાંત દેશના કોઈ પણ હિસ્સામાં વેરાની ક્રમિક અસર વિના માલને મોકલી શકાશે એને કારણે ગ્રાહકોને માલ ઉપલબ્ધ કરી શકાશે એમ તેમણે કહ્યું હતું.

એવી અપેક્ષા છે કે સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધતાં રીટેલર્સને ફાયદો થશે, કારણ કે તેમણે વિવિધ જગ્યાઓએ માલ સંગ્રહી રાખવાની જરૂર નહીં પડે અને બગાડનું પ્રમાણ પણ નીચું આવશે.

જાગૃતિ લાવવાના પ્રયાસ

GST તરફની ગતિ અમારા માટે સારી છે. અમે સપ્લાયરો અને ઉત્પાદકોમાં જાગૃતિ લાવવા પરિસંવાદો યોજ્યા છે. અમારા વેપારના સાતત્યમાં અમને કોઈ અવરોધ નહીં નડે એમ અરવિંદ લાઇફસ્ટાઇલ બ્રૅન્ડ્સના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસરે એસ. કન્નને કહ્યું હતું. જોકે તેમણે એવો નિર્દેશ કર્યો હતો કે રિટર્ન્સ ફાઇલ કરવાના અને દસ્તાવેજો તૈયાર કરવા વિશેના કમ્પ્લાયન્સનું પ્રમાણ ૯૦ ટકા જેવું છે એ અપેક્ષા પ્રમાણેનું નથી. કન્નને કહ્યું હતું કે અસરકારક GST રેટ બધાને લાભકર્તા છે એ સાથે રીટેલરો ઇનપુટ ક્રેડિટ મેળવી શકે છે. લૉજિસ્ટિક્સ અને ડિલિવરીના લીડ ટાઇમમાં ૨૫ ટકા સુધીનો વધારો થયો છે. સમયાંતરે ઇનપુટ ક્રેડિટની અસરે ખર્ચમાં એકથી બે ટકાનો લાભ થશે એવો સંકેત તેમણે આપ્યો હતો.

ઇનપુટ ક્રેડિટ મળશે

રીટેલરો વિવિધ ખર્ચા જેવા કે રેન્ટલ પરનો સર્વિસ-ટૅક્સ, માનવબળ, હાઉસકીપિંગ અને અન્ય સામે ઇનપુટ ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે, જે અગાઉ સરભર કરવાની સવલત નહોતી. એના કારણે વેચાણ અને માર્જિન્સ વધી શકે છે એમ સ્પેન્સર રીટેલના અરવિંદ વત્સે કહ્યું હતું. GSTથી  બધી રીટેલ કંપનીઓના ખર્ચમાં ઘટાડો થશે. એકલી ઇનપુટ ક્રેડિટથી જ એક-બે ટકાનો ફરક પડી જવાનો છે એમ તેમણે ઉર્મેય઼ું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK