GSTનું કલેક્શન ઘટ્યું અને રિટર્ન્સની સંખ્યા પણ ઘટી

રિટર્ન્સ ભરવાને પાત્ર લોકોમાંથી માત્ર ૬૯ ટકાએ રિટર્ન્સ નોંધાવ્યાં

GST

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)નું ફેબ્રુઆરી મહિનાનું કલેક્શન ૮૫,૧૭૪ કરોડ રૂપિયા થયું છે. કરવેરો ભરવાને પાત્ર કરદાતાઓમાંથી માત્ર ૬૯ ટકા લોકોએ રિટર્ન્સ નોંધાવ્યાં હોવાનું નાણામંત્રાલયે જણાવ્યું છે.

મંત્રાલયના નિવેદનમાં જણાવાયા મુજબ ફેબ્રુઆરી માટેનાં રિટર્ન્સની સંખ્યા ૨૫ માર્ચ સુધીમાં આશરે ૫૯.૫૧ લાખ હતી. આમ કુલ કરદાતાઓના માત્ર ૬૯ ટકા થયા કહેવાય.

નોંધનીય છે કે ગયા જાન્યુઆરી, ડિસેમ્બર અને નવેમ્બરનું કલેક્શન અનુક્રમે ૮૬,૩૧૮ કરોડ, ૮૮,૯૨૯ કરોડ અને ૮૩,૭૧૬ કરોડ રૂપિયા હતું.

ફેબ્રુઆરીમાં આવેલા કલેક્શનમાંથી ૧૪,૯૪૫ કરોડ રૂપિયા સેન્ટ્રલ GST (CGST) તરીકે અને ૨૦,૪૫૬ કરોડ રૂપિયા સ્ટેટ GST (SGST) તરીકે આવ્યા છે. એ ઉપરાંત ૪૨,૪૫૬ કરોડ ઇન્ટિગ્રેટેડ GST (IGST)ના અને ૭૩૧૭ કરોડ રૂપિયા કમ્પેન્સેશન સેસના આવ્યા છે.

કુલ ૨૫,૫૬૪ કરોડ રૂપિયા સેટલમેન્ટરૂપે IGSTમાંથી CGST/SGSTમાં ખસેડવામાં આવી રહ્યા છે.

અહીં જણાવવું રહ્યું કે ૨૫ માર્ચ સુધીમાં GST હેઠળ ૧.૦૫ કરોડ કરદાતાઓની નોંધણી થઈ છે એમાંથી ૧૮.૧૭ લાખ લોકો કમ્પોઝિશન ડીલરો છે, જેમણે દર ત્રણ મહિને રિટર્ન્સ ભરવાં પડે છે. બાકીના ૮૬.૩૭ લાખ કરદાતાઓએ દર મહિને રિટર્ન્સ નોંધવવાં જરૂરી છે.

નાણામંત્રાલયે અગાઉ લોકસભામાં આપેલા આંકડાઓ મુજબ GSTનું કલેક્શન ગયા જુલાઈથી ઑક્ટોબર સુધીમાં અનુક્રમે ૯૩,૫૯૦ કરોડ, ૯૩,૦૨૯ કરોડ, ૯૫,૧૩૨ કરોડ અને ૮૫,૯૩૧ કરોડ રૂપિયા હતું.

GST હેઠળ નફાખોરીની ફરિયાદ કરવાનું હવે આસાન

નાણામંત્રાલયે જણાવ્યા મુજબ GST હેઠળ નફાખોરીની ફરિયાદ કરવાનું આસાન રહે એ માટે એણે એ માટેનું ફૉર્મ સરળ બનાવ્યું છે. ફૉર્મમાં કૉલમની સંખ્યા ઘટાડવામાં આવી છે.

લોકો સહેલાઈથી ફૉર્મ ભરી શકે એ માટે એક જ પાનાનું ફૉર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કૉલમની સંખ્યા ઘટાડીને ૧૬ કરવામાં આવી છે. આ ૧૬માંથી ૧૨ કૉલમ ફરજિયાત ભરવી પડશે.

મૂળ ફૉર્મ એક જ પાનાનું હોવા છતાં એમાં લગભગ ૪૪ કૉલમ હતી. એમાંથી અડધોઅડધ કૉલમ ફરજિયાત ભરવાની હતી.

નવા ફૉર્મમાં ફરિયાદકર્તાએ પોતાનું નામ-સરનામું અને સંપર્કની વિગતો ઉપરાંત ઓળખનો પુરાવો આપવાનો રહેશે. એ ઉપરાંત સપ્લાયરનું નામ-સરનામું પણ આપવું પડશે.

ગયા જાન્યુઆરી સુધીમાં નફાખોરીવિરોધી સ્થાયી સમિતિને ૧૭૦ ફરિયાદો મળી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK