પહેલી વખત GSTનું કલેક્શન ૧ લાખ કરોડ રૂપિયાથી વધ્યું

આર્થિક ગતિવિધિ સુધરી હોવાનો સંકેત : અરુણ જેટલી

arun

સરકારે એપ્રિલ મહિનામાં ૧.૦૩ લાખ કરોડ રૂપિયાનો GST એકઠો કર્યો છે. ગયા વર્ષે જુલાઈમાં અમલમાં આવ્યા બાદ આ પરોક્ષ કરવેરા હેઠળ પહેલી વાર આટલું મોટું કલેક્શન થયું છે. નાણાપ્રધાન અરુણ જેટલીના મતે આ કલેક્શન આર્થિક ગતિવિધિમાં વધારો થયાનો સંકેત વ્યક્ત કરે છે. ઈ-વે બિલ પ્રણાલીથી GST કલેક્શન ઓર વધશે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮નું કલેક્શન ૭.૪૧ લાખ કરોડ હતું. ગયા માર્ચ મહિનામાં આંકડો ૮૯,૨૬૪ કરોડ રૂપિયા થયો હતો.

નાણામંત્રાલયે નિવેદનમાં જણાવ્યા મુજબ એપ્રિલ ૨૦૧૮નું GSTનું કુલ કલેક્શન ૧,૦૩,૪૫૮ કરોડ રૂપિયા થયું છે જેમાં સેન્ટ્રલ CGSTનો હિસ્સો ૧૮,૬૫૨ કરોડ, સ્ટેટ GSTનો હિસ્સો ૨૫,૭૦૪ કરોડ, ઇન્ટિગ્રેટેડ GSTનો ૫૦,૫૪૮ કરોડ અને સેસ ૮૫૫૪ કરોડ રૂપિયા છે.

અર્થતંત્રમાં સુધારો થયો હોવાનું અને કરવેરાનું વધુ સારા પ્રમાણમાં પાલન થઈ રહ્યું હોવાનું એપ્રિલના આંકડાઓ પરથી જોઈ શકાય છે એમ મંત્રાલયે જણાવ્યું છે.

જોકે નાણામંત્રાલયે સ્પક્ટતા કરતાં કહ્યું છે કે સામાન્ય રીતે નાણાકીય વર્ષના છેલ્લા મહિનામાં લોકો અગાઉના મહિનાની બાકી રહી ગયેલી રકમ ચૂકવતા હોય છે એથી એપ્રિલ ૨૦૧૮ની આવકને ભવિષ્ય માટેનો માપદંડ ગણી ન શકાય.

એપ્રિલ ૨૦૧૮માં સેટલમેન્ટને ધ્યાનમાં રાખ્યા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ એકઠી કરેલી મહેસૂલી આવકને જોતાં સેન્ટ્રલ GST પેટે ૩૨,૪૯૩ કરોડ અને સ્ટેટ GST પેટે ૪૦,૨૫૭ કરોડ રૂપિયા આવ્યા છે.

માર્ચથી લઈને ૩૦ એપ્રિલ સુધીમાં GSTR-૩ગ્ નામના રિટર્ન્સનો કુલ આંકડો દર્શાવે છે કે લગભગ ૭૦ ટકા લોકોએ રિટર્ન્સ ફાઇલ કર્યાં છે. રિટર્ન્સ ભરવાને પાત્ર ૮૭.૧૨ લાખ લોકોમાંથી ૬૦.૪૭ લાખ લોકોએ રિટર્ન ભર્યાં છે. કમ્પોઝિશન ડીલરો માટે ત્રિમાસિક ધોરણે રિટર્ન્સ ભરવાનો મહિનો એપ્રિલ જ હતો, એમ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું છે. ૧૯.૩૧ લાખ કમ્પોઝિશન ડીલરોમાંથી ૧૧.૪૭ લાખ ડીલરોએ ત્રિમાસિક રિટર્ન્સ (GSTR-૪) ભર્યાં છે અને તેમણે કુલ ૫૭૯ કરોડ રૂપિયાનો ટૅક્સ ભર્યો છે. એપ્રિલ મહિનાના ૧.૦૩ લાખના કલેક્શનમાં ૫૭૯ કરોડને પણ ગણી લેવાયા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK