GSTથી બચવા રોકડ વ્યવહાર વધ્યો

કરચોરો પર ત્રાટકવા માટે પરિસ્થિતિ થાળે પડવાની રાહ જોવાય છે

GST

GST ચૂકવવાથી બચવા માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટને બદલે રોકડ-વ્યવહારનો આગ્રહ રાખવામાં આવતો હોવાનો અનુભવ નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને દિલ્હીના ખાન માર્કેટની દુકાનોમાં થયો હતો. એવી જ રીતે નજીકના લોકનાયક ભવનની ઇલેક્ટ્રિકલ માલસામાનની દુકાનોમાં પણ ૨૮ ટકા ટૅક્સ ચૂકવવાથી બચવા માટે રોકડ-વ્યવહારનો આગ્રહ જોવા મળતો હતો તેમ જ નાણામંત્રાલયના નૉર્થ બ્લૉકથી અડધા કિલોમીટર કરતાં ઓછા અંતર પરના ફોટો સ્ટુડિયોઝ તથા અન્ય આઉટલેટ્સમાં પણ એ જ સ્થિતિ હતી.

કાચા-પાકા બિલની સિસ્ટમનો અંત આણવા માટે GSTના અમલનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ પાર નથી પડ્યો. અધિકારીઓ આ બાબત માટે સિસ્ટમમાંની છટકબારીઓને કારણભૂત ગણાવે છે. GST ભરવાની આકરી પ્રક્રિયાઓ અને કાર્યવાહીઓથી પરેશાનીની ફરિયાદો કરનારા વેપારીઓ અને નાના બિઝનેસમેનોએ વ્યાપક ટીકાઓ કર્યા છતાં એ છટકબારીઓ બંધ કરવાની બાકી છે.

અધિકારીઓ કહે છે કે પરિસ્થિતિ થાળે પડ્યા પછી કરચોરો વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવશે. ગયા અઠવાડિયે મહેસૂલ વિભાગના સચિવ હસમુખ અઢિયાએ એક મીડિયા-ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અધિકારીઓ GSTR ૧,૨ અને ૩ (રિટન્ર્સ)ની સરખામણી કરે તો જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy