GSTના ૧૨ અને ૧૮ ટકાને કમ્બાઇન કરી નવો રેટ આવશે

સરકાર રેવન્યુ સિચુએશનને ધ્યાનમાં રાખીને ફેરફાર કરશે : સિંગલ રેટ નહીં આવે

GST

GSTના  માળખામાં સતત સુધારા ચાલુ રહ્યા છે. સરકાર આ ટૅક્સને સરળ બનાવવા મક્કમ હોવાથી આ વિષયમાં સતત સમીક્ષા કરી રહી છે. તાજેતરમાં રેટઘટાડા બાદ અને નીચા રેટનો લાભ ગ્રાહકોને પસાર નહીં કરનાર સામે ઍક્શન લેવાની ચેતવણી આપ્યા બાદ સરકાર આ દિશામાં હજી એક કદમ આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.

સરકાર મુખ્યત્વે ડીમેરિટ ગુડ્સ માટે જ ૨૮ ટકા જેવો ઊંચો રેટ રાખશે. બાકી હવે સરકાર નજીકના ભવિષ્યમાં ૧૨ અને ૧૮ ટકાના દરને કમ્બાઇન કરવાનું વિચારે છે. ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ભારત ક્યારેય સિંગલ GST-રેટ પર જશે નહીં. ગરીબો માટે ઝીરોથી પાંચ ટકા રેટ હશે. મુખ્ય દર તરીકે ૧૨થી ૧૮ ટકા રેટનું કૉમ્બિનેશન હશે, જ્યારે ડીમેરિટ ગુડ્સ માટે ૨૮ ટકાનો દર હશે.

તેમણે સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘સિમેન્ટ અને વાઇટ ગુડ્સ એ ડીમેરિટ ગુડ્સ નથી, પરંતુ સરકાર રેવન્યુને ધ્યાનમાં રાખીને આ મામલે ધીમે-ધીમે આગળ વધી રહી છે. ટૂંક સમયમાં લૅન્ડ, રિયલ એસ્ટેટ અને નૅચરલ ગૅસને પણ GSTના માળખામાં સમાવી લેવાનું આયોજન છે. સરકાર અમુક સપ્તાહમાં ઓવરઑલ ફિસ્કલ સિચુએશનને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. તેમણે કહ્યું હતું કે આપણે GST માળખાના સુધારા બાબતે સાચી દિશામાં જઈ હ્યા છીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK