નોટબંધી બાદ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ૨.૮૬ લાખ કરોડ રૂપિયાનો અધધધ રોકાણપ્રવાહ આવ્યો

નોટબંધી પછીના ૧૧ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણનો ૨.૮૬ લાખ કરોડ રૂપિયાનો અધધધ રોકાણપ્રવાહ આવ્યો છે.

બૅન્ક-ડિપોઝિટ્સમાં થયેલા ઘટાડા અને ૨૦૧૬ની ૮ નવેમ્બરે નોટબંધીને પરિણામે વ્યાજદરમાં થયેલા ઘટાડાના પગલે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં ભંડોળના પ્રવાહમાં ભારે ઉછાળો આવ્યો છે એમ એક ઍનૅલિસ્ટે કહ્યું હતું.

અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયાએ બહાર પાડેલા આંકડા અનુસાર નવેમ્બર ૨૦૧૬થી ઑક્ટોબર ૨૦૧૭ દરમ્યાન ઇક્વિટી ફન્ડ્સમાં ૨.૮૬ લાખ કરોડના ભંડોળની આવક રહી હતી જે ડિસેમ્બર ૨૦૧૫થી ઑક્ટોબર ૨૦૧૬ દરમ્યાન ૧.૫ લાખ કરોડ રૂપિયા રહી હતી.

રોકાણકારોના આશાવાદ ઉપરાંત ખરેખર તો નોટબંધીને કારણે વધુ રોકાણ પ્રાપ્ત થયું છે. જોકે સામે ૧.૩૫ લાખ કરોડની જાવક રહી હોવાથી ભંડોળની ચોખ્ખી આવક ૧.૩૫ લાખ કરોડ રહી છે. કુલ આંકડો આ ક્ષેત્રમાં રોકવામાં આવેલાં નાણાંનું ચિત્ર સ્પષ્ટ કરશે, કારણ કે ૨૦૧૫ કે ૨૦૧૪માં કરાયેલું રોકાણ રિડીમ પણ થઈ શકે છે એવું ક્વૉન્ટમ AMCના હેડ (કસ્ટમર) હર્ષદ ચેતનવાલાએ કહ્યું હતું.

નવેમ્બર ૨૦૧૬થી એકંદર ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ (AUM) ૩૨ ટકા વધીને ઑક્ટોબર ૨૦૧૭ના અંતે ૨૧.૪૧ લાખ કરોડની ઑલટાઇમ હાઈ  સપાટીએ પહોંચી છે. ઇક્વિટી AUM ૪૨ ટકા વધીને ૬.૩૨ લાખ કરોડ રૂપિયાથી અધિક થઈ છે.

ફન્ડ્સ ઇન્ડિયાનાં મ્યુચ્યુઅલ ફન્ડ રિસર્ચ-હેડ વિદ્યા બાલાએ કહ્યું છે કે ‘મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ વધવાનાં કારણોમાં એક કારણ નોટબંધીનું પણ છે. બીજું કારણ ફિક્સ્ડ ડિપોઝિટ્સનાં નાણાં આ તરફ વળ્યાં એ છે અને ત્રીજું એ કે વ્યક્તિગત રોકાણકારો સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP)માં રોકાણ કરી રહ્યા છે. લોકો હવે રિયલ્ટી અને સોનાને બદલે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ કરી રહ્યા છે.’ 

રીટેલ રોકાણકારોમાં SIP સૌથી અધિક પસંદગીપાત્ર રહ્યા છે. SIPનું મન્થ્લી કલેક્શન ઑક્ટોબર ૨૦૧૬માં ૩૪૩૪ કરોડ રૂપિયા હતું એ ઑક્ટોબર ૨૦૧૭માં ૫૬૨૧ કરોડ રૂપિયા થયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy