ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની ભલામણ : મૅક્સિમમ રીટેલ પ્રાઇસમાં GSTનો સમાવેશ કરો

ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે કે કેટલાક રીટેલરો મૅક્સિમમ રીટેલ પ્રાઇસ પર GST વસૂલી રહ્યા છે એટલે GSTનો સમાવેશ મૅક્સિમમ રીટેલ પ્રાઇસ એટલે કે મહત્તમ છૂટક કિંમતમાં કરવો જોઈએ એવી ભલામણ રાજ્યના નાણાપ્રધાનોની ઉચ્ચ સ્તરીય સમિતિએ કરી છે.


આસામના નાણાપ્રધાન હિમંતા બિસ્વા સર્માના નેતૃત્વવાળી સમિતિએ નાનાં અને મધ્યમ વેપાર સાહસો પરના અનુપાલન (કૉમ્પ્લાયન્સ)નો બોજ હળવો કરવાની ભલામણ સાથે એવું સૂચન કર્યું છે કે સરકારે વર્તમાન કાયદામાં સ્પષ્ટતા કરવી જોઈએ કે રીટેલમાં મહત્તમ રીટેલ પ્રાઇસે વેચાણ કરવું જોઈશે અને એનાથી અધિક કિંમત ચાર્જ કરવો એ ગુનો  ગણાશે. આ નિયમ રેસ્ટોરાં, ખાનપાન અને મૉલ જેવી જગ્યાએ લાગુ થવો જોઈએ, કારણ કે ત્યાં તૈયાર પૅકેજ્ડ પ્રોડક્ટ્સ વેચાય છે, જેના પર મૅક્સિમમ રીટેલ પ્રાઇસ છપાયેલી હોય છે છતાં ઘણી જગ્યાએ આ જ પ્રોડક્ટ પર મૅક્સિમમ રીટેલ પ્રાઇસથી ઉપર જઈ GST લગાડવામાં આવે છે.

કાઉન્સિલની મીટિંગ

બિઝનેસમેનોએ GST રિટર્ન ફાઇલ કરતી વખતે બિલની કૉપી સરકારને આપવી પડે છે. જોકે GST ફાઇલ કરતી વખતે GST કૉમ્પોનન્ટ અને વેચાણભાવને અલગથી  દર્શાવવાનાં હોય છે. 

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સરકારને એવી પણ ભલામણ કરવામાં આવી છે કે બિઝનેસ  દ્વારા જે બિલ ઇશ્યુ કરવામાં આવે છે એના મૅક્સિમમ રીટેલ પ્રાઇસમાં GST સામેલ હોવો જોઈએ. સરકારને ટૅક્સ ભરવાના સમયે બિલ પ્રમાણે એકત્ર કરાયેલા ટૅક્સની રકમ અને વેચાણભાવને અલગ અલગ બતાવવાં જોઈએ. ૧૦ નવેમ્બરે નાણાપ્રધાન અરુણ જેટલીના વડપણ હેઠળ ગુવાહાટીમાં મળનારી GST કાઉન્સિલની બેઠકમાં ગ્રુપ ઑફ મિનિસ્ટર્સે આ મહિનાના પ્રારંભમાં કરેલી ભલામણો પર વિચારણા કરવામાં આવશે.

પેનલ્ટી ઘટાડો


ગઈ કાલે આશરે એક ડઝન MSME દ્વારા ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ સમક્ષ રજૂઆત  કરવામાં આવી હતી એમ સૂત્રોએ જણાવ્યું હતું. અન્ય બાબતો ઉપરાંત GST રિટર્ન્સ  ફાઇલ કરવામાં વિલંબ બદલ રોજના ૧૦૦ રૂપિયાના દંડની જોગવાઈ ઘટાડીને પ્રતિદિન ૫૦ રૂપિયા કરવાની ભલામણ કરી છે. એ ઉપરાંત ત્રિમાસિક ધોરણે રિટર્ન્સ ફાઇલ કરવાની સવલત બધા કરદાતાઓને આપવાની સમિતિએ ભલામણ કરી છે. અત્યારે ૧.૫ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારોને ત્રિમાસિક ધોરણે રિટર્ન્સ ફાઇલ કરવાની અને વેરાની ચુકવણી કરવાની છૂટ છે. એ સિવાય રિટર્ન્સ ફાઇલ કરવાની પ્રક્રિયા, HSN કોડ અને ઇન્વૉઇસ મૅચિંગ સરળ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.

સૌથી મોટું સૂચન ધોરણો હળવાં કરવાનું


સૌથી મોટું સૂચન એ કરવામાં આવ્યું છે કે મૅન્યુફૅક્ચરિંગ અને  રેસ્ટોરાં માટેના વેરાના દરમાં એક ટકાનો ઘટાડો કરવાનું અને જે વેપારીઓ GSTને અપનાવે તેમને માટે  ધોરણો હળવાં બનાવવાં.

એક કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતાં મૅન્યુફૅક્ચરર્સ અને રેસ્ટોરાં કમ્પોઝિટ સ્કીમ હેઠળ અનુક્રમે બે અને પાંચ ટકા GST ચૂકવે છે, જ્યારે ટ્રેડર માટે એક ટકો છે. જેઓ  કમ્પોઝિટ સ્કીમ હેઠળ નથી એવી રેસ્ટોરાં માટે ઍર-કન્ડિશન્ડ અને નૉન-ઍર-કન્ડિશન્ડનો ભેદ કર્યા વિના ઇનપુટ ક્રેડિટ સાથે ૧૨ ટકાનો વેરો રાખવાની ભલામણ કરવામાં આવી છે.

જે હોટેલમાં રૂમનું ભાડું ૭૫૦૦ રૂપિયાથી અધિક હોય એવી હોટેલો માટે ફાઇવસ્ટાર જેવી અલગ કૅટેગરીને બદલે એકસમાન ૧૮ ટકાના દરે વેરો લાદવો જોઈએ એવી ભલામણ GOMએ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK