GSTની કમ્પોઝિશન સ્કીમમાં વધુમાં વધુ નાના કરદાતાઓને આવરી લેવાનું લક્ષ્ય

ત્રીજા ક્વૉર્ટરથી સુધારાની આશા : પૉઝિટિવ અસર શરૂ થશે

GST

GSTના અમલના ૧૦૦ દિવસ પૂરા થયા છે અને લોકોની મૂંઝવણ તેમ જ વિરોધ કે ફરિયાદને દૂર કરવા માટે સરકાર સક્રિય બની છે કે સરકારને આ ફરજ પડી છે, જે હોય તે પણ સરકાર હવે પછી GSTને વધુ ને વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરશે એ નિãત જણાય છે. સરકાર વધુમાં વધુ પ્રમાણમાં નાના વેપારી એકમોને આ નવા કરમાળખા હેઠળ કવર કરવાના લક્ષ્ય સાથે કમ્પોઝિટ સ્કીમમાં દાખલ થવાની સ્કીમ ૨૦૧૮ની ૩૧ માર્ચ સુધી લંબાવી રહી છે. આ માહિતી રેવન્યુ-સેક્રેટરી હસમુખ અઢિયાએ  તાજેતરમાં જણાવી હતી. એ ઉપરાંત સરકારે આસામના ફાઇનૅન્સ મિનિસ્ટર હિમાંતા બિસ્વા સર્માના નેતૃત્વ હેઠળ એક ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની રચના કરી છે, જે કમ્પોઝિટ સ્કીમની સમીક્ષા કરશે અને રેસ્ટોરાં પરના ટૅક્સને પણ રિવ્યુ કરશે.

નિકાસકારોને વધુ રાહત


જ્યાં સુધી નિકાસકારોનો સવાલ છે ત્યાં સુધી સરકાર આ વર્ગના રીફન્ડ ઇશ્યુ કરવાનું કાર્ય નવેમ્બરના અંત સુધીમાં પૂરું કરી દેશે. જોકે પછીના ૬ મહિના નિકાસકારોને GST ભરવાનો રહેશે નહીં. એ પછી નિકાસકારોને ઈ-વૉલેટ ફૅસિલિટી ઉપલબ્ધ થશે.

કેન્દ્રએ રાજ્યોને GSTના કમ્પેન્સેશનરૂપે આ પ્રથમ બે મહિનાના ૮૬૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વળતર રાજસ્થાન અને અમુક રાજ્યો સિવાય બધાં રાજ્યોને અપાયું છે.

FMCG સેક્ટરની આશા

GST અમલના ત્રણ મહિના પૂરા થાય છે ત્યારે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સેક્ટરની કંપનીઓ વર્ષના ત્રીજા ક્વૉર્ટરમાં પૂર્ણ રિકવરીની આશા વ્યક્ત કરી રહી છે. ડાબર અને ગોદરેજ સહિતની આ સેક્ટરની કંપનીઓને શરૂઆતમાં તેમના ચૅનલ-પાર્ટનર તરફથી ડીસ્ટૉકિંગને લીધે વિપરીત અસર દેખાઈ હતી, પરંતુ હવે છએક મહિનામાં સુધારાની અપેક્ષા ઊભી થઈ છે. તેઓ માને છે કે આ સમય દરમ્યાન ગુડ્સની ડિમાન્ડ ઊપડશે. એ માટેના સંકેત તેમને નજર પડવા માંડ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK