કેન્દ્ર સરકારે OVLનું લિસ્ટિંગ કરાવવા ONGCને આપી સૂચના

ઍર ઇન્ડિયા માટે ખરીદદાર ન મળ્યો એથી ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ અપૂર્ણ

ONGC

સરકારે ONGCને એની દરિયાપારની મૂડીરોકાણ કંપની ONGC વિદેશ લિમિટેડ (OVL)ને સ્ટૉક એક્સચેન્જિસ પર લિસ્ટ કરવાનું અને એના દ્વારા એકત્ર કરેલી રકમ સરકારને સ્પેશ્યલ ડિવિડન્ડ તરીકે ટ્રાન્સફર કરવાનું જણાવ્યું છે, જેથી ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને પૂરો કરી શકાય.

ગયા સપ્તાહમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટે (DIPAM) ONGCના સંચાલકોને પત્ર લખીને જણાવ્યું હતું કે OVLને લિસ્ટ કરવાથી એના કૉર્પોરેટ ગવર્નન્સ અને કાર્યક્ષમતામાં સુધારો થશે અને એનું ઊંચું મૂલ્ય ઊપજાવી શકાશે.

ONGCએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડમાંના સરકારના ૫૧.૧૧ ટકા હિસ્સાને ૩૬,૯૧૫ કરોડ રૂપિયામાં ખરીદીને સરકારને ડિસઇન્વેસમેન્ટના લક્ષ્યાંકને હાંસલ કરવામાં સહાય કરી હતી. ઍર ઇન્ડિયા માટે કોઈ ખરીદદાર મળ્યો ન હોવાથી DIPAM ૨૦૧૮-’૧૯માં ૮૦,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાના ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવા ફરી ONGC પ્રતિ જોઈ રહ્યું છે.

DIPAMના જણાવ્યા પ્રમાણે અંદાજપત્રમાં નક્કી કરવામાં આવેલા ૮૦,૦૦૦ કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે ૨૦૧૮ની ૫ જુલાઈ સુધીમાં ભ્લ્શ્માંના સરકારના હિસ્સાના વેચાણ દ્વારા ૯૨૧૯.૯૧ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે.

ONGCની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી OVLએ અત્યાર સુધીમાં ૨૦ દેશોમાંના ૪૧ પ્રોજેક્ટમાં ૧.૫ લાખ કરોડ (૨૮.૩૬ અબજ અમેરિકન ડૉલર)નું રોકાણ કર્યું છે.

DIPAMએ પત્રમાં કહ્યું છે કે પૉઝિટિવ નેટવર્થ ધરાવતા અને એકઠી થયેલી ખોટ ન ધરાવતા ભ્લ્શ્ લિસ્ટ કરવા જેથી એનું મૂલ્ય ઊપજાવી શકાય. જોકે OVLમાંના કેટલા હિસ્સાને વચવો જોઈએ એનો ફોડ એણે પાડ્યો નથી.

સેબીનો નિયમ છે કે લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછી ૨૫ ટકા ઇક્વિટી પબ્લિકની હોવી જોઈએ. OVLના લિસ્ટિંગથી આવક ONGCને થશે અને સરકાર એ સ્પેશ્યલ ડિવિડન્ડ દ્વારા પ્રાપ્ત કરશે એમ એક અધિકારીએ કહ્યું હતું.

સરકાર ONGCમાં ૬૭.૪૫ ટકા હિસ્સો ધરાવે છે એટલે જો ONGC જો OVLના લિસ્ટિંગની બધી રકમ સ્પેશ્યલ ડિવિડન્ડ તરીકે જાહેર કરે તો એના ૬૭.૪૫ ટકા રકમ સરકારને પ્રાપ્ત થાય.

અગાઉ ૨૦૧૫માં સરકારે ONGCને OVL લિસ્ટ કરવાનું કહ્યું હતું, પરંતુ ત્યારે ONGCએ સરકારને કહ્યું હતું કે તેલના ભાવ સુસ્ત છે અને એટલે એના યોગ્ય ભાવ ઊપજશે નહીં. અત્યારે તેલના ભાવ ઊંચા છે અને સરકાર રોકડા કરવા માગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK