શેલ કંપનીઓની સામે સરકાર ઝડપથી પગલાં ભરી રહી છે, કોઈપણ કંપનીનો દુરુપયોગ થવો ન જોઈએ : અરુણ જેટલી

નાણાપ્રધાને કહ્યું કે અત્યારે કંપનીઝ ઍક્ટમાં શેલ કંપની માટે કોઈ વ્યાખ્યા નથી, પરંતુ જરૂર પડશે તો સરકાર ઍક્ટમાં સુધારાનો વિચાર કરી શકે છે

jaitley

નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે લોકસભામાં કહ્યું હતું કે સરકાર શેલ કંપનીઓ સામે ઝડપથી પગલાં લઈ રહી છે, પરંતુ આ સાથે સરકારે ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ (વેપાર કરવાની સરળતા) અને કોઈ કંપનીનો મિસયુઝ ન થાય એની વચ્ચે સમતુલા જાળવવી પડશે. ફાઇનૅન્સ, ડિફેન્સ ઉપરાંત કૉર્પોરેટ અફેર્સ મિનિસ્ટર તરીકે પણ ફરજ બજાવતા અરુણ જેટલીએ કહ્યું હતું કે કંપનીઝ ઍક્ટમાં શેલ કંપની વિશે કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, પરંતુ આવી કંપનીઓનો બ્લૅક મનીને વાઇટમાં ફેરવવા માટે કે મની લૉન્ડરિંગ માટે ઉપયોગ થાય છે જે વાજબી ન ગણાય. આવી કંપનીઓના ખરા માલિક કોણ છે એની સરકાર બેનામી ઍક્ટ હેઠળ તેમ જ ઇન્કમ ટૅક્સ કાનૂન હેઠળ ઝડપથી તપાસ કરી રહી છે.

ટેક્નૉલૉજીની મદદ લેવાય

અરુણ જેટલીએ તાજેતરમાં સેબીએ શંકાસ્પદ શેલ કંપનીઓ વિરુદ્ધ ઍક્શન લેવાનો આદેશ આપવાથી બજારમાં જે ઊથલપાથલ થઈ એના સંદર્ભમાં કહ્યું હતું કે ‘આ કૉર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ કહ્યું હતું. કંપની આજે બે દિવસમાં રજિસ્ટર્ડ થઈ શકે છે. જોકે કંપનીનો ઉપયોગ કાળાં ધોળાં કરવા માટે થવો ન જોઈએ તેમ જ સાથે-સાથે બિઝનેસ કરવાની સરળતા પણ જળવાવી જોઈએ. હવેના સમયમાં ટેક્નૉલૉજીની મદદથી કંપનીઓને પકડી પાડવી મુશ્કેલ નથી.’

બેનામી ઍક્ટનો ઉપયોગ

શશી થરૂરના સવાલના જવાબમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘ડૉર્મન્ટ (બંધ) કંપનીઓ અને શેલ કંપનીઓ વચ્ચે ફરક હોય છે. ડૉર્મન્ટ કંપનીનો શેલ કંપની તરીકે મિસયુઝ થઈ શકવાની સંભાવના હોય છે; પરંતુ એમ કરવાનું સરળ પણ નથી, કારણ કે ચોક્કસ ફરક છે. જો બેનામી કે બનાવટી નામે કોઈ બિઝનેસ કરતું હોય તો તેમની સામે બેનામી ઍક્ટ હેઠળ પગલાં લઈ શકાય છે.’

બાયોમેટ્રિકનું સૂચન


જો જરૂર પડશે તો શેલ કંપનીઓને ઝડપવા સરકાર કંપનીઝ ઍક્ટમાં સુધારા કરવા પણ તૈયાર થશે એમ જણાવતાં અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘અત્યારે આવી કોઈ વિચારણા નથી. વર્તમાનમાં સરકારના મતે શેલ કંપનીઓ સામે પગલાં લેવા વિવિધ જોગવાઈઓ અને સત્તા છે.’

શું આવી કંપનીઓના સ્થાપકો સામે બાયોમેટ્રિકનો ઉપયોગ થશે? એવા સવાલના જવાબમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર આ સૂચનને ધ્યાનમાં લેશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy