ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા GSTમાં બે ટકા ડિસ્કાઉન્ટ ઑફર થશે

જાન્યુઆરીની કાઉન્સિલની બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય

payment

કૅશલેસ ડિજિટલ ઇકૉનૉમીને પ્રોત્સાહન આપવા સરકાર હવે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના માધ્યમનો ઉપયોગ કરે એવી શક્યતા છે. અર્થાત જે ગ્રાહકો GSTનું પેમેન્ટ ડિજિટલ માર્ગે કરે તેમને બે ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે એ મુજબની વિચારણા થઈ રહી છે. આ મુદ્દાને સરકાર GST કાઉન્સિલની જાન્યુઆરીમાં મળનારી બેઠકમાં હાથ ધરે એવું જાણવા મળે છે. આ પ્રોત્સાહન બિઝનેસ ટુ કન્ઝ્યુમરને અપાશે, જેમાં એવી ગુડ્સ અને સર્વિસિસ હશે જેના પર ત્રણ ટકા અથવા વધુ ટૅક્સ લાગતો હશે. આ ઇન્સેન્ટિવમાં એક ટકો કન્સેશન સેન્ટ્રલ GSTનો અને એક ટકો કન્સેશન સ્ટેટ GSTનો સમાવેશ થશે.

આમ કરવાનો ઉદ્દેશ ડિજિટલ પેમેન્ટને સપોર્ટ કરવાનો છે. જો આ ડિસ્કાઉન્ટ હોય તો ગ્રાહક તેના રીટેલર્સને કહેશે કે તેની પાસે ડિજિટલ પેમેન્ટ ફૅસિલિટી છે કે નહીં. પરિણામે આપોઆપ ડિજિટલ સિસ્ટમને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત ફૉર્મલ ઇકૉનૉમીને પણ વેગ મળશે અને કરચોરી પણ ઘટશે. આ મુદ્દો ગયા વખતની મીટિંગમાં એજન્ડા પર હતો, પરંતુ એ વખતે હાથ ધરી શકાયો નહોતો.

૧૦૦ રૂપિયાની મર્યાદા


આમ જો અમલમાં આવી શક્યું તો ૧૮ ટકાના દર સામે ૧૬ ટકા દર ભરવાનો આવશે. જોકે આમાં ટ્રાન્ઝૅક્શનદીઠ ૧૦૦ રૂપિયાની મર્યાદા હશે. આનાથી વધુ ડિસ્કાઉન્ટ નહીં મળે. વધુમાં આ સુવિધા કમ્પોઝિટ સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ થયેલા રીટેલર્સને નહી મળે, કેમ કે તેમને ઑલરેડી ઓછા રેટ લાગુ કરાયા છે. કંપનીઓ બે પ્રાઇસ દર્શાવશે : ડિજિટલ પેમેન્ટ માટેના દર સાથે અને નૉર્મલ પેમેન્ટ માટે. આ મુદ્દો હવે જાન્યુઆરીની બેઠકમાં ચર્ચાશે.

૫૬ ટકા લોકોએ રિટન્ર્સ ફાઇલ કર્યાં


સોમવારની ડેડલાઇન મુજબ ૪૩.૭ લાખ અસેસીઝે સમરી રિટન્ર્સ ફાઇલ કર્યાં છ. જે રજિસ્ટર્ડ ટૅક્સ-પેયર્સના ૫૬ ટકા જેટલા થાય છે. દરમ્યાન સરકાર રિટર્નની ફાઇલિંગ-પ્રોસેસ સરળ બનાવવાના પ્રયાસ કરી રહી છે. આ વિષય પર એક કમિટી પણ કામ કરી રહી છે.

GSTના રેટ ઘટાડ્યા, હવે વિધિ અને નિયમોમાં ધરખમ પરિવર્તનની તૈયારી

ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના માળખામાં આ જાન્યુઆરીમાં ધરખમ સુધારા આવી રહ્યા છે. GST કાઉન્સિલની એ બેઠકમાં શું ચર્ચા કરવી અને કયા સુધારા વિશે નિર્ણય લેવો એની વિચારણા અત્યારે નાણાં ખાતામાં સક્રિયપણે ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ સુધારાનો એક મોટો ડોઝ હશે. છેલ્લી મીટિંગમાં ટૅક્સના દરોમાં ઘટાડા બાદ આ વખતે કાઉન્સિલનું લક્ષ્ય પ્રોસીજર, રિટર્ન ફાઇલિંગ સિસ્ટમ, ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (TDS), ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ (TCS) અને રિવર્સ ચાર્જ મેકૅનિઝમ (RCM) પર હશે.

સૌથી વધુ ભાર સરળીકરણ પર મુકાશે એમ જાણવા મળે છે. કમ્પોઝિટ સ્કીમને વધુ આકર્ષક બનાવવાનું લક્ષ્ય પણ છે. TCS, TDS અને RCM ચાલુ રાખવા કે કેમ એ વિશે પણ વિચારણા થશે. સરકાર રચિત લૉ ઍડ્વાઇઝરી ગ્રુપની ભલામણો પર વિચારણા થશે, જે ધરખમ પરિવર્તનનું લક્ષ્ય રાખે છે. એમાં કાનૂનના સુધારા અને નિયમોના સુધારાનો સમાવેશ થશે. આ ગ્રુપ એનો અહેવાલ પહેલી જાન્યુઆરીએ સુપરત કરવાનું છે. ત્યાર બાદ કાઉન્સિલની બેઠક દિલ્હીમાં મળવાની છે. ગ્રુપની ભલામણોના કેન્દ્રમાં સરળીકરણ હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK