વધુ એક લાખ ડબ્બા કંપનીઓ રદ થઈ જવાની શક્યતા

બોગસ કંપનીઓની પાછળ પડી ગયેલું કૉર્પોરેટ અફેર્સ મંત્રાલય હવે ડિરેક્ટરોની શોધમાં સક્રિય

fraud

ડબ્બા કંપનીઓની પાછળ જોરશોરથી પડી ગયેલી સરકારે અગાઉ સવાબે લાખ ડબ્બા (શેલ) કંપનીઓને નોટિસ ઇશ્યુ કરી હતી અને એમાંથી ૭૦,૦૦૦ કંપનીઓને રદ કરી હતી. હવે સરકાર વધુ એક લાખ કંપનીઓને રદ કરવા આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે. કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયના અધિકારીએ જણાવ્યા અનુસાર ડબ્બા કંપનીઓની પ્રથમ યાદીમાં ત્રણ લાખ એન્ટિટીઝ સામેલ હતી. રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં દસ લાખથી વધુ કંપનીઓ રજિસ્ટર છે. હવે ડબ્બા કંપનીઓ પર આક્રમણ બાદ પાંચેક લાખ કંપનીઓ બચશે. હવે સરકાર તરફથી આક્રમણનો બીજો તબક્કો શરૂ થયો છે.

બૅન્ક-અકાઉન્ટ્સની તપાસ


મંત્રાલયે આવી કંપનીઓનાં બૅન્ક-અકાઉન્ટ્સ પર ત્રાટક્યા બાદ એમના સોદા-વ્યવહારો ચકાસવાનું શરૂ કર્યું છે. સરકારે વૅનિશિંગ (ગાયબ થયેલી) કંપનીઓની પણ તપાસ શરૂ કરી હતી, જેના ડિરેક્ટરોને પણ સકંજામાં લેવામાં આવ્યા હતા. આમાંથી ૭૦ હસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવી છે. આમાં લિસ્ટેડ કંપનીઓ પણ સામેલ હતી. આ કંપનીઓનાં ઠેકાણાં મળતાં ન હોવાથી સરકારે એના ડિરેક્ટરોની શોધ આદરી હતી.

વૅનિશિંગ કંપનીઓ

૧૯૯૬ અને ૨૦૦૪ દરમ્યાન ૨૦૦ કંપનીઓ વૅનિશિંગ કંપની તરીકે તારવવામાં આવી હતી, જેમાંથી ૭૭ કંપનીઓ સ્કૅન કરવામાં આïવી હતી, બાકીની કંપનીઓ હજી પણ નથી મળી. ઘણી કંપનીઓ તો IPOનાં પેપર્સ ફાઇલ કર્યા બાદ ગુમ થઈ ગઈ હતી. એ લિસ્ટિંગ માટે જ આવી નહોતી. આવી કંપનીઓને નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી, જેમાંથી ૧૦૦ જેટલી કંપનીઓએ પ્રતિસાદ આપ્યો હતો. આ કંપનીઓએ એમાં દસ્તાવેજો-હિસાબો રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં ફાઇલ કર્યાં નહોતાં. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK