સરકાર લાવશે ચિટ ફન્ડ સ્કીમ વિરુદ્ધ ઇન્વેસ્ટરોનું રક્ષણ કરવા કેન્દ્રીય કાનૂન

નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે હાલમાં રાજ્યસ્તરે કાનૂન છે, પરંતુ અમુક યોજના રાષ્ટ્રવ્યાપી ચાલતી હોવાથી આની જરૂર છે

arun

ચિટ ફન્ડ સ્કીમમાં રોકાણ કરતા લોકોના રક્ષણ માટે સરકાર એક કેન્દ્રીય કાનૂન ઘડી રહી છે. આ સૂચિત કાનૂનને સરકાર ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરશે એવું નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું. બૅન્કિંગ રેગ્યુલેશન સુધારા બિલ વિશે ચર્ચા કરતાં તેમણે લોકસભામાં કહ્યું હતું કે ચિટ ફન્ડ સ્કીમના રોકાણકારો માટે રાજ્ય સ્તરે કાનૂન હોવા છતાં કેન્દ્રીય સ્તરે કાનૂનની જરૂર છે. ચિટ ફન્ડ સ્કીમ્સમાં અનેક રોકાણકારોનાં નાણાં ડૂબ્યાં હોવાનું જણાવતાં વિરોધ પક્ષોએ કહ્યું હતું કે સરકાર આ વિષયમાં શું પગલાં લઈ રહી છે એના જવાબમાં આ નિવેદન કરવામાં આવ્યું હતું.

સેબીની તપાસ પણ ચાલુ

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ‘ચિટ ફન્ડના કેસમાં સેબી પણ તપાસ અને અભ્યાસ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવાં રાજ્યોમાં આવી યોજનાઓ વધુ ચાલે છે. રાજ્યોમાં એના કાનૂન પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ અમુક યોજનાઓ ભારતભરમાં ચાલે છે એનું શું? એ વિશે સરકાર સેન્ટ્રલ કાયદો લાવવા માગે છે. ચિટ ફન્ડ સ્કીમ બૅન્કો ઑફર કરે છે એના કરતાં માત્ર એકથી દોઢ ટકા વધુ વ્યાજ આપીને રોકાણકારોને આકર્ષે છે. અમે ૨૦૧૭-’૧૮ના બજેટમાં જાહેરાત કરી હતી કે લોકોનાં નાણાં સાથે આવી યોજના મારફત લેભાગુઓ રમત કે છેતરપિંડી કરતા હોય છે, જેની સામે સરકાર મલ્ટિ સ્ટેટ કો-ઑપરેટિવ ઍક્ટમાં સુધારા કરશે.’

LICનો પેન્શન પ્લાન

સરકાર આની સામે સિનિયર સિટિઝન્સ માટે બહેતર રોકાણ વિકલ્પ ઑફર કરવા લાઇફ ઇન્શ્યૉરન્સ કૉપોર્રેશન (LIC)નો પેન્શન પ્લાન લાવી છે જે ૮.૩ ટકાનું ફિક્સ્ડ વ્યાજ ઑફર કરે છે. લોકો ચિટ ફન્ડમાં ખેંચાઈ ન જાય એ માટે સરકાર આવી યોજના લાવી છે. આ પેન્શન ફન્ડ સ્કીમ સલામત રોકાણ છે.

અગાઉ જ્યારે ફુગાવાનો દર ૧૦ ટકા જેવો ઊંચો રહેતો હતો ત્યારે બૅન્કો ૯ ટકા વ્યાજ આપતી હતી અને ૧૪થી ૧૫ ટકાના દરે ધિરાણ આપતી હતી, પરંતુ આટલા ઊંચા દરે ગ્લોબલ રોકાણ આવે નહીં એથી સરકારે વ્યાજદર ઘટાડવાની નોબત આવી હતી. ધીમે-ધીમે વ્યાજદર વાજબી સ્તરે આવી જશે એવું તેમણે ઉમેર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy