NPAનો બોજ ધરાવતી બૅન્કોને સરકારે આપ્યો ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનો નવો ટેકો

૧.૩૫ લાખ કરોડ રૂપિયાનાં રીકૅપિટલાઇઝેશન બૉન્ડ ઇશ્યુ કરવામાં આવશે અને બાકીના ૭૬,૦૦૦ કરોડ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે તથા ઇક્વિટી ઇશ્યુ કરવામાં આવશે

arun

નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA)ના ભાર હેઠળ પડું-પડું થઈ રહેલી જાહેર ક્ષેત્રની બૅન્કો માટે સરકાર ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનો નવો ટેકો લઈ આવી છે. આગામી બે વર્ષમાં બૅન્કોની મૂડી વધારવા માટેની આ રકમ આપીને સરકાર અર્થતંત્રની ધીમી ગતિએ ચાલતી ગાડીને પણ વેગવાન બનાવવાની કોશિશ કરી રહી છે.

ગઈ કાલે નાણાપ્રધાન અરુણ જેટલી અને તેમના મંત્રાલયના તથા સરકારના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી પત્રકાર-પરિષદમાં ઉક્ત જાહેરાત કરવામાં આવી હતી.

ફાઇનૅન્શ્યલ સર્વિસિસ ડિપાર્ટમેન્ટના સચિવ રાજીવકુમારે જણાવ્યા મુજબ મૂડીકરણની ઉક્ત રકમમાંથી ૧.૩૫ લાખ કરોડ રૂપિયાના રીકૅપિટલાઇઝેશન બૉન્ડ ઇશ્યુ કરવામાં આવશે અને બાકીના ૭૬,૦૦૦ કરોડ રૂપિયા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવશે તથા ઇક્વિટી ઇશ્યુ કરવામાં આવશે.

અરુણ જેટલીએ એમ પણ જણાવ્યું હતું કે બૅન્કોને વધુ મૂડી આપવા ઉપરાંતનાં પણ પગલાં લેવામાં આવશે. બૉન્ડનું સ્વરૂપ તથા એની વિગતો સમય જતાં જાહેર કરાશે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે બૅન્કોને ઇન્દ્રધનુષ યોજના હેઠળ ૧૮,૦૦૦ કરોડ રૂપિયા મળશે. આ યોજના ૨૦૧૫માં શરૂ કરવામાં આવી હતી, જેના હેઠળ કુલ ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ચાર વર્ષના ગાળામાં આપવાના હતા.

સરકારે ભારતમાલા સહિત ૭ લાખ કરોડના હાઇવે પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા

સરકારે આજે ૭ લાખ કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ્સ માટે મંજૂરી આપી દીધી છે જેમાં મહkવાકાંક્ષી ભારતમાલા પ્રોજેક્ટનો પણ સમાવેશ છે.

થોડા મહિના અગાઉ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે સરકાર વહેલી તકે ભારતમાલા પ્રોજેક્ટ લૉન્ચ કરશે અને એના પહેલા તબક્કામાં આશરે ૨૦,૦૦૦ કિલોમીટરના રોડનું બાંધકામ કરવામાં આવશે.

સરકારી અધિકારીએ જણાવ્યા પ્રમાણે કૅબિનેટે આવતાં પાંચ વર્ષમાં હાઇવે પ્રોજેક્ટમાં ૮૦,૦૦૦ કિલોમીટર જેટલા રોડ-નિર્માણને મંજૂરી આપી છે જેનો ખર્ચ આશરે ૭ લાખ કરોડ રૂપિયા થશે.

ભારતમાલા સરકારનો બીજા નંબરનો સૌથી મોટો હાઇવે પ્રોજેક્ટ છે. સરકારે અગાઉ ૨૧,૦૦૦ કિલોમીટર જેટલો લાંબો ઇકૉનૉમિક કૉરિડોર તૈયાર કરવાનો પ્લાન કર્યો હતો, જેમાં મુંબઈ-કોચિન-કન્યાકુમારી, બૅન્ગલોર-મૅન્ગલોર, હૈદરાબાદ-પણજી અને સંભલપુર-રાંચી વગેરેનો સમાવેશ છે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થયેલા અભ્યાસમાં આવા ૪૪ ઇકૉનૉમિક કૉરિડોર નક્કી કરવામાં આવ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK