મેક ઇન ઇન્ડિયાની પહેલને સફળ બનાવવા નવેસરથી તૈયારી

સરકાર હાલમાં માત્ર પાંચ સેક્ટર પર ફોકસ કરશે : લક્ષ્ય રોજગારસર્જન અને આર્થિક વિકાસ

સરકાર હવે મેક ઇન ઇન્ડિયાની પહેલને નવી રીતે હાથ ધરવાનું પ્લાનિંગ કરી રહી છે. અત્યાર સુધી મહદંશે ચર્ચામાં રહેલી આ પહેલનું નક્કર પરિણામ નહીં દેખાતાં સરકાર હવે  એને નવેસરથી ઉપાડી રહી છે જેમાં રોજગારસર્જન અને આર્થિક વિકાસ પર લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવશે. આ હેતુસર સરકારે ૨૫ ફોકસ સેક્ટર તારવ્યાં હતાં જેમાંથી હવે સરકાર માત્ર ચારથી પાંચ સેક્ટર પર ફોકસ કરશે જેમાં રોજગારસર્જન વધુ થઈ શકે અને આર્થિક વિકાસ પણ ઝડપી થઈ શકે. આ સેક્ટરમાં લેધર, ટેક્સટાઇલ્સ અને ગાર્મેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઑટોમોબાઇલ્સ અને એન્જિનિયરિંગ સેક્ટરનો સમાવેશ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ સંદર્ભમાં નીતિ આયોગમાં હાઈ લેવલ મીટિંગનું આયોજન થયું હતું જેમાં ઑટો સેક્ટરના વિકાસ માટે જોર આપવાની ચર્ચા થઈ હતી. આ સેક્ટરમાં જૉબસર્જનની વિપુલ ક્ષમતા રહે છે. દેશમાં દર વર્ષે એક કરોડ યુવાનો રોજગાર માટે બહાર આવે છે. સરકાર આ મામલે વિદેશી ઑટો કંપનીઓને ભારતમાં વાહનો એન્જિનિયર કરવા માટે વધુ આકર્ષવાનું વિચારી રહી છે, માત્ર ઍસેમ્બલિંગ માટે નહીં. વિશ્વમાં ઑટો ઉદ્યોગનું વિશેષ મહત્વ છે, એના વિના કોઈ દેશ વધુ વિકાસ ન કરી શકે.

ઑટો ઉદ્યોગે સરકારને આ વિષયમાં ઘણાં સૂચનો કર્યાં છે. આ સેક્ટરને પ્રોત્સાહનો આપવાની તાતી જરૂરિયાત છે. ભવિષ્યમાં ટેક્નૉલૉજી ટ્રાન્સફર મહત્વની ભૂમિકા ભજવશે. આ વિષયમાં નીતિવિષયક પરિવર્તન પણ આવશ્યક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK