ગ્રાહકોની ડિપોઝિટ ડૂબવા નહીં દેવાય : નાણાપ્રધાન

જાહેર ક્ષેત્રની ૨૦ બૅન્કોને અપાનારી ૮૮,૩૧૯ કરોડની મૂડીની ઘોષણા

FM

સરકારી બૅન્કોએ પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે અને સરકાર દ્વારા અપાનારી ૨.૧૧ લાખ કરોડ રૂપિયાની નવી મૂડીને લાયક બનવા માટે શું કરવું પડશે એની જાણકારી ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. આ સાથે કોઈ પણ સરકારી બૅન્કને નબળી પડવા નહીં દેવાય અને ગ્રાહકોની ડિપોઝિટનું કોઈ પણ હિસાબે રક્ષણ કરવામાં આવશે એવી હૈયાધારણ સરકારે આપી છે.

નાણામંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકા મુજબ બૅન્કોએ લોન આપતી વખતે પૂરતી તકેદારી લેવાની રહેશે, લોન અપાયા પછી ફૉલોઅપ કરવું પડશે અને જાહેર બચતને હાથ લગાડ્યા વગર ઍસેટ મૅનેજમેન્ટ કંપની સ્થાપવાની રહેશે.

સરકારે કહ્યું છે કે બૅન્કોએ લઘુ-મધ્યમ કદના એકમોની વૃદ્ધિને સહાયક બનવું પડશે. બૅન્કોની કામગીરીના આધારે જ તેમને મૂડી આપવામાં આવશે. તેમણે બધી પ્રવૃત્તિઓ કરવાને બદલે પોતાની મુખ્ય ક્ષમતા હોય એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું અને દરેકે પોતાની મુખ્ય ક્ષમતાને અનુરૂપ નીતિ ઘડવી.

સરકારી બૅન્કોને અગત્યની ન હોય એવી ઍસેટ્સ વેચીને નાણાં ઊભાં કરવાનું પણ કહેવામાં આવ્યું છે. મોટી કંપનીઓને લોન આપવાની હોય તો કન્સોર્ટિયમે આપેલી લોનમાં વધુમાં વધુ ૧૦ ટકા જેટલું જ એક્સપોઝર રાખવું એમ કહેવાયું છે.

સરકારી બૅન્કો ગ્રાહકો તરફ કેટલું લક્ષ આપે છે, કેટલી જવાબદારીથી કામકાજ કરે છે, ટેક્નૉલૉજી મારફત કેટલું ધિરાણ આપવામાં આવે છે, લઘુ-મધ્યમ કદના એકમો માટે કેટલી સાનુકૂળ છે, નાણાકીય સર્વસમાવેશ કેટલી હદે કરે છે તથા કયા સ્તર સુધી ડિજિટાઇઝેશન પહોંચાડ્યું છે એ બધી બાબતોને લક્ષમાં રાખીને બૅન્કોને મૂડી આપવામાં આવશે.

મંત્રાલયે જાહેર કર્યા મુજબ દરેક સરકારી બૅન્કે ખાતું ખોલાવી શકાય એ માટેની મોબાઇલ ઍપ્લિકેશનોને પ્રોત્સાહન આપવાનું રહેશે. પ્રતિષ્ઠિત એજન્સી દર વર્ષે બૅન્કોની કામગીરીની સમીક્ષા કરશે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ ગઈ કાલે પત્રકાર-પરિષદમાં આ બધી જાહેરાતો કરતાં કહ્યું હતું કે ૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯ એમ બે વર્ષમાં નવી મૂડી આપવામાં આવશે.

જેટલીએ રકમની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘અમે આવ્યા એ પહેલાંથી મોટી સમસ્યા હતી અને અમે એનો હલ લાવવાનું કામ કરી રહ્યા છીએ. હવે ફક્ત હલ લાવવાથી નહીં ચાલે, એ સમસ્યાનું પુનરાવર્તન ન થાય એવું સંસ્થાકીય માળખું રચવાનું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK