બૅન્કોને મૂડીસહાય માટે ફાળવવામાં આવશે ૮૦,૦૦૦ કરોડ રૂપિયા

રીકૅપ બૉન્ડ્સની ૬ મુદતો માટે ૭.૬૮ ટકા સુધીનો રેટ સરકારે નક્કી કર્યો

money

નિયમનકારી વિકાસ માટેની આવશ્યકતાઓ પૂરી કરવા સરકાર જાહેર ક્ષેત્રની જે ૨૦ બૅન્કોને ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની મૂડી પૂરી પાડવાની છે એ નાણાં એકત્ર કરવા ઇશ્યુ કરાનારાં રીકૅપિટલાઇઝ્ડ (રીકૅપ) બૉન્ડ્સનો કૂપન રેટ સરકાર દ્વારા ૭.૬૮ ટકા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. સરકારે આ સંદર્ભે બહાર પાડેલા ગૅઝેટ-નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ૬ ભિન્ન મુદતોનાં બૉન્ડ્સ ઇશ્યુ કરવામાં આવશે.

૨૦૨૮ની ૨૯ જાન્યુઆરી પાકતી તારીખ ધરાવતાં બૉન્ડ્સનો કૂપન રેટ ૭.૩૫ ટકા, ૨૦૨૯ની ૨૯ જાન્યુઆરીનો ૭.૪૨ ટકા અને ૨૦૩૦ની ૨૯ જાન્યુઆરી માટેનો રેટ ૭.૪૮ ટકા રહેશે. ૨૦૩૧ની એ જ તારીખનો કૂપન રેટ ૭.૫૫ ટકા, ૨૦૩૨નો ૭.૬૧ ટકા અને ૨૦૩૩ માટેનો ૭.૬૮ ટકા રહેશે.

પાત્રતા ધરાવતી બૅન્કો દ્વારા અરજી કરાય એટલી રકમની આ સ્પેશ્યલ સિક્યૉરિટી મૂળ કિંમતે  ઇશ્યુ કરવામાં આવશે અને સબãસ્ક્રપ્શનની રકમ મળે એ તારીખ સ્પેશ્યલ  સિક્યૉરિટીઝની ઇશ્યુ-તારીખ ગણવામાં આવશે એમ નોટિફિકેશનમાં જણાવાયું હતું.

આ વર્ષે કુલ ૮૦,૦૦૦ કરોડ રૂપિયા જાહેર ક્ષેત્રની બૅન્કોને પૂરા પાડવામાં આવશે. આ બૉન્ડ્સને પાકતી મુદત સુધી ધારણ કરી રાખવાં પડશે અને એનો સમાવેશ સ્ટૅચ્યુટરી  લિક્વિડિટી રેશિયો અથવા બૅન્કોએ સબસ્ક્રાઇબ કરવાનાં ઓછામાં ઓછાં સૉવરિન બૉન્ડ્સના દરજ્જામાં નહીં થાય. એના પર કોઈ લિમિટ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK