અમેરિકાનું ટૅક્સ રિફૉર્મ બિલ સેનેટમાં મંજૂર થવાથી સોનું એક મહિનાના તળિયે પહોંચ્યું

ટૅક્સ રિફૉર્મ બિલ મંજૂર થતાં હવે ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ચાન્સિસ ઊજળા બનતાં ડૉલર સુધર્યો: નૉર્થ કોરિયાને માત કરવા અમેરિકાએ ઍન્ટિ-મિસાઇલ ડિવાઇસ વેસ્ટકોસ્ટમાં તહેનાત કર્યું
બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પની પ્રતિષ્ઠા જેના પર દાવ પર લાગી હતી એવા ટૅક્સ રિફૉર્મ બિલને સેનેટે પાતળી બહુમતીથી મંજૂરી આપી દેતાં મોટી પૉલિટિકલ ક્રાઇસિસ ટળી હતી. ટૅક્સ રિફૉર્મ બિલ મંજૂર થતાં હવે આવતા સપ્તાહે યોજાનારી ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ચાન્સિસ ઊજળા બન્યા છે. ટૅક્સ રિફૉર્મ બિલની મંજૂરી અને ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ચાન્સિસ વધતાં ડૉલર સુધર્યો હતો અને સોનું ચાર સપ્તાહના તળિયે પહોચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) નવેમ્બરમાં સતત બીજે મહિને ઘટ્યો હતો. નવેમ્બરમાં આ ઇન્ડેક્સ ઘટીને ૫૮.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૮.૭ પૉઇન્ટ હતો. ઇકૉનૉમિસ્ટોની ધારણા ૫૮.૪ પૉઇન્ટ ઇન્ડેક્સ આવવાની હતી. અમેરિકન કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગ ઑક્ટોબરમાં ૧.૪ ટકા વધ્યું હતું જે છેલ્લા પાંચ મહિનાનો સૌથી મોટો ઉછાળો હતો. સપ્ટેમ્બરમાં કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગ ૦.૩ ટકા જ વધ્યું હતું. જપાનનો કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ૪૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે છેલ્લાં ચાર વર્ષનો સૌથી ઊંચો હતો. હવે શુક્રવારે અમેરિકાના નવેમ્બર મહિનાના જૉબડેટા જાહેર થશે. જો જૉબડેટા બુલિશ આવશે તો સોનું વધારે ઘટશે. અમેરિકન સેનેટે ટૅક્સ રિફૉર્મ બિલ મંજૂર કર્યું હોવાથી ડૉલર મજૂબત થતાં સોનું ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન સેનેટ દ્વારા શનિવારે ટૅક્સ રિફૉર્મ બિલ પાતળી બહુમતીથી મંજૂર થતાં હવે ડોનલ્ડ ટ્રમ્પને એક મહત્વની સફળતા મળી છે, પણ સોનાના ભાવમાં તેજી થવાનાં તમામ કારણો ટૅક્સ રિફૉર્મ બિલની મંજૂરીથી ડિસ્કાઉન્ટ થયાં નથી. અમેરિકા અને નૉર્થ કોરિયા વચ્ચે હજી પણ તનાવ ચાલુ હોવાથી યુદ્ધ જેવી સ્થિતિ ઝળૂંબી રહી છે. ગયા સપ્તાહે નૉર્થ કોરિયાએ ઍડ્વાન્સ બૅલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યાની ધમકી આપ્યા બાદ સોમવારે અમેરિકા અને સાઉથ કોરિયાએ જૉઇન્ટલી મેગા એરિયલ ડ્રિલ કરી હતી અને અમેરિકન મિલિટરી હેડક્વૉર્ટર પેન્ટાગૉને નવી ઍન્ટિ-મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેસ્ટકોસ્ટમાં તહેનાત કરી હોવાનું જણાવ્યું હતું. ડોનલ્ડ ટ્રમ્પના ઇલેક્શન કૅમ્પેનમાં રશિયન સામેલગીરીની ચાલી રહેલી તપાસમાં ટ્રમ્પની ટ્વીટ બાદ નવો વિવાદ ઊભો થયો હતો. ટ્રમ્પે રિપબ્લિકન અને ડેમોક્રૅટિક કાયદાકીય નિષ્ણાતો પર પ્રહાર કરતાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વળી ડોનલ્ડ ટ્રમ્પે આખા મામલામાં ભૂતપૂર્વ નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝરને નિશાન બનાવતાં આખા પ્રકરણે નવો વળાંક લીધો હતો. આ મામલો આવનારા દિવસોમાં અમેરિકાના પૉલિટિક્સમાં નવો વિવાદ ઊભો કરશે. આ તમામ ઘટનાઓ હજી સોનાના ભાવ પર અસર કરશે. ટૅક્સ રિફૉર્મ બિલ મંજૂર થતાં હવે આવતા સપ્તાહે ફેડની મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધશે કે કેમ એના પર બધાની મીટ મંડાયેલી રહેશે. મોટા ભાગે આવતા સપ્તાહે ફેડ ઇન્ટરેસ્ટ-રેટ વધારશે એવું બહુમતી વર્ગ માનતો હોવાથી જો કોઈ નવો વિવાદ ઊભો ન થાય તો સોનું ફેડની મીટિંગ સુધી ઘટતું રહેશે.

સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની વિચારણા કરવાનો ફાઇનૅન્સ મિનિસ્ટ્રીનો સંકેત

જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટર દ્વારા લાંબા સમયથી સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા રજૂઆત થઈ રહી છે ત્યારે ફાઇનૅન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ ટ્વીટ દ્વારા સંકેત આપ્યો હતો કે સરકાર દ્વારા જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માગણી પર વિચારણા કરવામાં આવશે. દેશમાં જેમ્સ ઍન્ડ જ્વેલરી સેક્ટર દ્વારા જંગી માત્રામાં એમ્પ્લૉયમેન્ટ જનરેટ થતું હોવાથી આ સેક્ટરની માગણીને સરકાર અવગણી શકે નહીં. આ સંજોગોમાં સરકાર તમામ પાસાંઓનો અભ્યાસ કરશે. બુલિયન ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટોના અનુમાન અનુસાર સંભવત: સરકાર પહેલી ફેબ્રુઆરીએ જાહેર થનારા બજેટમાં સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી શકે છે. ૨૦૧૩માં યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ સરકારે સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી બે ટકાથી વધારીને દસ ટકા કરી હતી. જેમ્સ ઍન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ઇમ્પોર્ટ ડ્યુટી દસ ટકાથી ઘટાડીને ચાર ટકા કરવાની માગણી કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK