GSTનાં રિટર્ન્સ ભરવા માટે હજી ત્રણ દિવસનો સમય આપો

તોફાની વરસાદ અને બદલાયેલી મોસમને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓ માટે ફામની GST કમિશનર સમક્ષ માગણી

rain

મુંબઈ અને મહારાષ્ટ્રમાં બે દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને વાવાઝોડાના ડરથી વેપારીઓ અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટોની ઑફિસ વહેલી બંધ કરી દેવાની નોબત આવી છે. એવા સંજોગોમાં ઑગસ્ટ મહિનાનાં GSTનાં રિટર્ન્સ ભરવા માટે મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓને વધુ ત્રણ દિવસનો સમય આપવામાં આવે એવી માગણી ફામ તરફથી રાજ્યના GST કમિશનર, નાણાપ્રધાન સુધીર મુનગંટીવાર અને કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી તેમ જ GST કમિટી સમક્ષ કરવામાં આવી છે.

આ બાબતે માહિતી આપતાં ફામના જનરલ સેક્રેટરી આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑગસ્ટ મહિનાનાં GSTનાં રિટર્ન્સ ભરવાની છેલ્લી તારીખ ૨૦ સપ્ટેમ્બર હતી, પરંતુ મંગળવાર બપોરથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે મોટા ભાગની ઑફિસોમાં ઇન્ટરનેટમાં ક્ષતિઓ સર્જાઈ હતી. એ સિવાય શહેર અને રાજ્યમાં જોરદાર વાવાઝોડાની પણ આગાહી હતી જેને કારણે મોટા ભાગની માર્કેટોના વેપારીઓએ તેમની ઑફિસો સલામતીના પગલારૂપે વહેલી બંધ કરી દીધી હતી. ગઈ કાલે પણ આ જ કારણસર અમુક ઑફિસો બંધ હતી.’

આવા સંજોગોમાં મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓ તેમનાં GSTનાં રિટર્ન્સ ભરવામાં અસમર્થ રહ્યા હતા એમ જણાવતાં આશિષ મહેતાએ કહ્યું હતું કે ‘આથી ફામ તરફથી રાજ્યના GST કમિશનર, નાણાપ્રધાન સુધીર મુનગંટીવાર અને કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી તેમ જ GST કમિટી સમક્ષ મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓને ૨૦ સપ્ટેમ્બરને બદલે GSTનાં રિટર્ન્સ ભરવા માટે ૨૩ સપ્ટેમ્બર સુધીનો સમય આપવાની વિનંતી કરવામાં આવી હતી.’

૬૫,૦૦૦ કરોડ રૂપિયા

GSTના રીફન્ડની આટલી રકમ વહેલી તકે આપવા સરકારને રજૂઆત

સરકારે GSTનું રીફન્ડ ચૂકવવામાં ઉતાવળ કરવી, અન્યથા ૬૫,૦૦૦ કરોડ રૂપિયા જેવડી મોટી રકમ અર્થતંત્રમાં ફરતી અટકી જશે એવી રજૂઆત નિકાસકારોએ કરીને રીફન્ડ જલદીથી આપવા સરકારને કહ્યું છે.

મહેસૂલ સચિવ હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને મળેલી નિકાસ વિશેની સમિતિએ મંગળવારે નિકાસને પ્રોત્સાહન આપવા માટેનાં આઠ સંગઠનો સાથે બેઠક કરી હતી. GSTના અમલની બાબતે કોઈ ચિંતા હોય તો એ જાણવા માટે એમાં ચર્ચા થઈ હતી.

આ બેઠક બાદ ફેડરેશન ઑફ એક્સપોર્ટ ઑર્ગેનાઇઝેશન્સના ડિરેક્ટર જનરલ અજય સહાયે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રીફન્ડ તરત શરૂ નહીં થાય તો ૬૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ અટકી જશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK