ભારતે ૭થી ૮ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવાની સજ્જતા પ્રાપ્ત કરી લીધી છે : અરુણ જેટલી

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મોટા પાયે રોકાણ કરવું પડશે

arun


સ્થૂળ આર્થિક નિર્દેશાંકોના સુધારાને પગલે ભારતનું અર્થતંત્ર ૭-૮ ટકાના વિકાસમાર્ગ પર છે અને મધ્યમ આવક અર્થતંત્રમાં પરિવર્તિત થવા માળખાકીય ક્ષેત્રે મોટા પાયે રોકાણ કરવું પડશે એમ નાણાપ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે કહ્યું હતું. ઇતિહાસમાં પ્રથમ વાર દેશનું અર્થતંત્ર છેલ્લાં ત્રણ વર્ષથી સૌથી ઝડપથી વધી રહેલું અર્થતંત્ર બની રહ્યું છે અને મધ્યમ આવકની ઇકૉનૉમી બાદ અંતે વિકસિત અર્થતંત્રમાં પરિણમવાનો રોડ-મૅપ તૈયાર કરવામાં આવ્યો છે.

તેમણે પાંચમા વાર્ષિક ડિફેન્સ એસ્ટેટ્સ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં કહ્યું હતું કે ‘સરકાર માળખાકીય ક્ષેત્રે ફાળવણી વધારી રહી છે. દેશમાં આ ક્ષેત્રે ભંડોળની આવશ્યકતા  વિરાટ છે. આગામી પાંચ વર્ષમાં ૫૦ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણની આવશ્યકતા છે.’

૨૦૦૭થી ૨૦૧૭ સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ૬૦ લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

વેરા કાનૂનનું પાલન

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મૂડીરોકાણ વધારવાથી વિકાસ અને રોજગારીમાં વધારો થાય છે. અત્યારે GDPની દૃષ્ટિએ દેશનું અર્થતંત્ર ૨.૫ ટ્રિલ્યન અમેરિકન ડૉલરનું બની ચૂક્યું છે. 

અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘બે આંકડાનો ફુગાવો રહેતો હતો એ યુગથી આપણે બહુ દૂર નીકળી ગયા છીએ. અમે ફુગાવાનો લક્ષ્યાંક ચાર ટકા રાખ્યો છે. અમે કરન્ટ ખાતામાં  ખાધ સીમિત રાખવામાં સફળ રહ્યા છીએ અને છેલ્લાં થોડાં વર્ષોમાં નાણાકીય ખાધ ઘટાડવામાં આપણી કામગીરી ઉદાહરણીય રહી છે. આને પરિણામે ભારત અત્યારે એવી સ્થિતિમાં છે કે એ જે કમાય છે એ ખર્ચી શકે છે અને ઓછું ધિરાણ લે છે. દેશમાં મોટા ભાગના લોકો વેરા કાયદાનું અનુપાલન કરતા નથી એ જોતાં દેશમાં વિશ્વસ્તરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવું એ એક મોટો પડકાર છે.’

ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ જરૂરી

અરુણ જેટલીએ ઉમેર્યું હતું કે ‘સરકાર આ દિશામાં પ્રયત્ન કરી રહી છે જેથી સલામતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ગરીબીનાબૂદી ક્ષેત્રે સંસાધનો વાપરી શકાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે એ સમજી લેવાની જરૂર રહેશે કે એના વપરાશ માટે લોકોએ ચુકવણી કરવી પડશે. જેમ કે ઍરપોર્ટ યુઝર ચાર્જ ઍર-ટિકિટમાં સમાવિક્ટ હોય છે. નૅશનલ હાઇવેઝ અને અને ગ્રામીણ માર્ગો માટેની ચુકવણી ફ્યુઅલની ખરીદી કરો ત્યારે થઈ જશે. અત્યારે ૨૫૦ નૅશનલ હાઇવે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. અમે પ્રત્યેક વર્ષે ૧૦,૦૦૦ કિલોમીટર માર્ગ બાંધકામના કૉન્ટ્રૅક્ટ આપવાની પ્રક્રિયામાં છીએ. આગામી થોડાં વર્ષોમાં ૫.૩૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ હાઇવે ક્ષેત્રે કરવામાં આવશે. સરકાર ૩૫-૫૦ નવાં ઍરપોર્ટ ઉડાન યોજના હેઠળ વિકસાવશે. એ ઉપરાંત ૪૫૦ રેલવે-સ્ટેશન્સનું આધુનિકીકરણ કરવામાં આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK