હવે નૅચરલ ગૅસના ટ્રાન્સપોર્ટેશનનું કામ GAIL સંભાળશે : ધર્મેન્દ્ર પ્રધાન

લગભગ દાયકા જૂની પૉલિસીઓને બદલીને આ દિશામાં કામ કરવામાં આવશે જેથી GAIL નૅચરલ ગૅસના માર્કેટિંગ પર નહીં, એના ટ્રાન્સપોર્ટેશન પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.’

dharmendra

હાલની તારીખમાં GAIL દેશમાં ૧૧,૦૦૦ કિલોમીટરની નૅચરલ ગૅસની પાઇપલાઇન ધરાવે છે અને દેશમાં મળતા નૅચરલ ગૅસમાંથી અંદાજે ૬૦ ટકા નૅચરલ ગૅસ GAIL ઉપલબ્ધ કરાવી આપે છે. ધર્મેન્દ્ર પ્રધાનના મતે ગૅસ-માર્કેટમાં વધી રહેલી ડિમાન્ડને ધ્યાનમાં રાખતાં ૨૦૦૬માં નૅચરલ ગૅસની પાઇપલાઇનને વિકસાવવા માટે બનાવવામાં આવેલી પૉલિસીમાં ફેરબદલ કરવા પડી શકે છે. જોકે સરકાર GAILનું વિભાજન કરશે કે નહીં એ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હાલની તારીખમાં GAIL ૩૫૦૦ કિલોમીટરની ગૅસ પાઇપલાઇન વિકસાવવાનું કામકાજ કરી રહી છે. ગયા મહિને પણ તેમણે જણાવ્યું હતું કે GAILની સ્થાપના નૅચરલ ગૅસના ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવી હતી, નહીં કે નૅચરલ ગૅસના માર્કેટિંગ માટે. ભારતને ગૅસ આધારિત દેશ બનાવવા માટે સરકાર ૫૧૭૬ કરોડ રૂપિયા એટલે કે પ્રોજેક્ટ-કૉસ્ટના ૪૦ ટકા નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહી છે જેના અંતર્ગત ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશા સુધી નૅચરલ ગૅસની પાઇપલાઇન નાખવાનું કામ કરવામાં આવશે. નોંધનીય છે કે ઑઇલ સેક્ટરની જાણીતી કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ પોતાનો બિઝનેસ વિકસાવવા માટે GAILને હસ્તગત કરવામાં રસ ધરાવતી હતી. GAILમાં સરકાર ૫૪.૮૯ ટકાની હિસ્સેદારી ધરાવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK